બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:50 AM, 3 April 2024
સનાતન ધર્મમાં પૂજા વખતે નવગ્રહની સ્થાપના કરવામાં આવે છે. નવગ્રહોની પૂજા વિશે ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે પરિક્રમા કરવાની માન્યતા છે. જો પૂજા બાદ તમે નવગ્રહની પરિક્રમા કરો છો તો તેમની પરિક્રમા કરવાના અમુક નિયમ છે. સૌથી પહેલા સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. જાણો નવ ગ્રહની પૂજા અને પરિક્રમા વિશે વિસ્તારથી જાણીએ.
ADVERTISEMENT
ગ્રહોના રાજા છે સૂર્ય
સૂર્ય દેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. જો તમે સૂર્ય દેવની પૂજા કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્ત જોતા જળ અર્પિત કરવું જોઈએ. સૂર્યદેવની 11 પરિક્રમા કરવામાં આવે છે. ત્યાં જ ચંદ્રદેવની પૂજા કરતી વખતે એ વાતોનું ધ્યાન રાખો કે તેમની પૂજા બાદ 5 વખત પરિક્રમા કરવામાં આવે છે. એવું કરવાથી ચંદ્ર દોષથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
મંગળ અને બુધ દેવની કેટલી પરિક્રમા કરવી?
મંગળ ગ્રહને લાલ ગ્રહ માનવામાં આવે છે. તેમને ભૂમિનો પૂત્ર કહેવામાં આવે છે. જો કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ કમજોર છે તો મંગળદેવની 12 પરિક્રમા કરો. ત્યાં જ બુધ દેવને સંદેવાહકના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને વ્યાપારના દેવતા કહેવામાં આવે છે. બુધ દેવની પૂજા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમની 6 પરિક્રમા કરવી જોઈએ.
બૃહસ્પતિ અને શુક્ર દેવની કેટલી પરિક્રમા કરવી જોઈએ?
દેવ ગુરૂ બૃહસ્પતિની પરિક્રમા 4 વખત લગાવો. એવું કરવાથી શુભ કામમાં આવતી મુશ્કેલીઓ પોતાની જાતે દૂર થઈ જાય છે. ત્યાં જ શુક્રની પૂજા કરતી વખતે તેમની 3 પરિક્રમા કરો. શુક્રની પૂજા કરવાથી ઉંમર લાંબી થાય છે. શનિ દેવની 11 પરિક્રમા કરવી જોઈએ. તેનાથી માનસિક શાંતિ, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
વધુ વાંચો : એપ્રિલમાં આ દિવસે થવા જઇ રહ્યું છે સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિ પર કેવી થશે અસર
રાહુની 4 પરિક્રમા
કુંડળીમાં રાહુ દોષ કે પછી રાહુની સ્થિતિ કમજોર છે તો 4 વખત પરિક્રમા કરો. સમાજમાં પ્રતિષ્ઠા અને માન-સન્માન વધારે છે. કેતુ સ્વાસ્થ્ય, ધન, ભાગ્ય અને ઘરેલુ સુખોના કારક હોય છે. કેતુની 2 વખત પરિક્રમા કરવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.