બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / How likely is the price of cotton to fall now? I hope the price of 2000 rupees will come true

મહામંથન / કપાસમાં હાલ ભાવ ઘટવાની શક્યતા કેટલી? મણે 2000 રૂપિયાના ભાવની આશા ફળશે? ક્યાં સુધી કરવો સંગ્રહ

Vishal Khamar

Last Updated: 09:14 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આ વર્ષે સારા એવા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું હતું. સારા ભાવની આશાએ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો હતો. પરંતું અચાનક જ કપાસનાં ભાવમાં ઘટાડો નોંધાતા ધરતીનો તાત હવે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે.

ખેડૂતોએ ભાવની આશાએ કપાસના કરેલા સંગ્રહ અને હવે ઉભી થયેલી મુશ્કેલીની. ખેડૂતોને જ્યારે કપાસના રેકર્ડબ્રેક ભાવ મળ્યા ત્યારે એકંદરે ચિત્ર ફૂલ ગુલાબી હતું.. વધુ સારા ભાવ મળે એવી આશાએ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો. લાખો કરોડો ગાંસડીના સંગ્રહ પછી સ્થિતિ એવી બની કે કપાસના ભાવ ગગડ્યા. ભાવ ઘટવા પાછળ પરિબળો ઘણા બધા હતા પરંતુ સરવાળે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો. એક સમયે જે કપાસનો ભાવ મણે 2000 થી 2700 રૂપિયા હતો તે હવે 1200 થી 1500 જેટલો થઈ ગયો છે.. હવે સ્થિતિ એવી છે કે નવી સિઝન શરૂ થઈ ગઈ છે અને જૂનો સંગ્રહિત કપાસ જેમનો તેમ છે. કપરી પરિસ્થિતિની કલ્પના એ રીતે થઈ શકે કે ખેડૂતની મજબૂરીનો ફાયદો વેપારી ઉઠાવે અને ખેડૂતે તદ્દન નીચા ભાવે પોતાનો કપાસ વેચી દેવો પડે. આ ભાવ એટલો નીચો હોય કે ખેડૂતે કરેલા ખર્ચનું પણ વળતર ન મળે. કેટલાક જાણકારો તો એવું પણ કહે છે કે કપાસનો ભાવ હજુ પણ ઘટશે.

  • સારા ભાવની આશાએ રાજ્યના ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો
  • ગત વર્ષે કપાસના બમ્પર ભાવ મળ્યા હતા
  • આ વર્ષે પણ કપાસના સારા ભાવ મળવાની આશા હતી
  • ગત વર્ષ જેટલો ભાવ આ વર્ષે મળ્યો નથી

સારા ભાવની આશાએ રાજ્યના ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે.  ગત વર્ષે કપાસના બમ્પર ભાવ મળ્યા હતા. આ વર્ષે પણ કપાસના સારા ભાવ મળવાની આશા હતી. ગત વર્ષ જેટલો ભાવ આ વર્ષે મળ્યો નથી. એક સમયે કપાસના ભાવ મણે 2000 રૂપિયા હતા. હવે કપાસનો ભાવ નીચે ઉતરી ગયો છે. અત્યારે કપાસના ભાવ મણે 1500 સુધી મુશ્કેલીથી પહોંચે છે. 

ગુજરાતમાં કપાસનું મબલખ વાવેતર ક્યાં?
સુરેન્દ્રનગર
અમરેલી
ભાવનગર
રાજકોટ
મોરબી

  • સરકારે આયાતમાં છૂટ આપી
  • આયાતમાં છૂટ આપતા બહારથી પુષ્કળ પ્રમાણમાં કપાસ આવ્યું
  • ખેડૂતો માને છે કે સરકાર નિકાસમાં વધારો કરે
  • સરકાર નિકાસમાં વધારો કરે તો કપાસનો ભાવ વધવાનો તર્ક

કપાસના ભાવ કેમ ઘટ્યા?
સરકારે આયાતમાં છૂટ આપી છે. આયાતમાં છૂટ આપતા બહારથી પુષ્કળ પ્રમાણમાં કપાસ આવ્યું છે.  ખેડૂતો માને છે કે સરકાર નિકાસમાં વધારો કરે છે.  સરકાર નિકાસમાં વધારો કરે તો કપાસનો ભાવ વધવાનો તર્ક છે.  માંગની સામે પુરવઠો વધારે છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઓછી છે.  ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો કપાસ 8 થી 10% સસ્તો છે.  નીચા ભાવે મળતા કપાસને કારણે ભારતમાંથી થતી નિકાસ ઘટી.

કપાસના ભાવની સ્થિતિ
ગત વર્ષનો ભાવ
પ્રતિ મણના 2000 થી 2700 રૂપિયા
 
ચાલુ વર્ષનો ભાવ
પ્રતિ મણના 1200 થી 1500 રૂપિયા


ગુજરાતમાં કપાસના વાવેતરની સ્થિતિ
ચાલુ વર્ષનું વાવેતર 26.64 લાખ હેક્ટર
2015-2016 પછી સૌથી વધુ વાવેતર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ