બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / How far is the cyclone from Porbandar and Dwarka?, 10m high waves likely on this date

બિપોરજોય અપડેટ / વાવાઝોડું પોરબંદર અને દ્વારકાથી કેટલું રહ્યું દૂર?, આ તારીખે 10 મીટર જેટલા ઉંચા મોજા ઉછળવાની સંભાવના

Vishal Khamar

Last Updated: 11:26 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ વાવાઝોડું પોરબંદરથી 330 કિમી અને દ્વારકાથી 385 કિમી દરિયામાં વાવાઝોડું સ્થિર છે. બિપોરજોય વાવાઝોડાની સ્પીડ 140 કિમી પ્રતિકલાકની છે.

  • બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં વધ્યું આગળ 
  • બિપરજોય વાવાઝોડાની સ્પીડ 140 કિમી પ્રતિકલાકની છે
  • 15 જૂનની રાત્રે જખૌ પાસે ટકરાઇ શકે છે વાવાઝોડું

બિપોરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. ત્યારે હાલ વાવાઝોડું જખૌથી 560 કિમી દૂર છે. તેમજ પોરબંદરથી 330 કિમી અને દ્વારકાથી 385 કિમી દરિયામાં વાવાઝોડું સ્થિર છે. બિપોરજોય વાવાઝોડાની સ્પીડ 140 કિમી પ્રતિકલાકની છે.  બિપોરજોય વાવાઝોડું દર કલાકે 8 થી 10 કિમી આગળ વધી રહ્યું છે. 15 જૂનની રાત્રે જખૌ પાસે વાવાઝોડું ટકરાઈ શકે છે. દરિયામાં 10 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની સંભાવનાં છે. 

હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે
બિપોરજોય ગુજરાતમાં દસ્તક દેવાની તૈયારી કરી રહ્યું છે, તે સમયે લોકો સુધી મેસેજ પહોંચાડવા હાલમાં ઇન્ટરનેટ છે, પરંતુ વાવાઝોડું બધું વેર વિખેર કરી નાખે તે સમયે આવા માધ્યમો સ્થગિત થઈ જાય છે. જ્યારે સુનામી, વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જા‍ય અને ઉપગ્રહ આધારિત સંદેશા વ્યવહાર ઠપ થાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ આવતા નથી, એ કડવી વાસ્તવિકતા છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક શોખ રૂપે સચવાઈ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.

હેમ રેડિયોની અગત્યતા શું છે 
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે, જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી, ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. આ હોબી કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

15 અને 16 જૂને વરસાદને લઈને રેડ એલર્ટ
કચ્છના દરિયાકિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરાઈ છે. આ વાવાઝોડાને પગલે લોકોમાં ભારે ભય ફેલાયો છે અને દરિયાકિનારાના લોકોએ પૂજા-ઉપાસનાઓથી દરિયાદેવને ખમ્મા કરવાની ગળગળા સાદે પ્રાર્થના શરૂ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળરૂપ લઈ રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે તા 15 અને 16 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

ગુજરાતનાં કેન્દ્રીય મંત્રીઓને સોંપાઈ પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષાની જવાબદારી
બિપોરજોય વાવાઝોડું આગાહીનાં પગલે દરિયા કિનારાનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બિપોરઝોડ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર છે. અને 15 જૂને કચ્છનાં માંડવી અને પાકિસ્તાનનાં કરાંચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતનાં ચાર કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, દર્શનાં જરદોષ તેમજ મહેન્દ્ર મુંજપરાને પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ