બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How far are the strings of the Bhavnagar Dummikand spread? Who is the culprit?

મહામંથન / ભાવનગર ડમીકાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે? કોણ છે ગુનેગાર, 36 લોકોના ષડયંત્રથી કેટલા લાગ્યા સરકારી નોકરીએ?

Vishal Khamar

Last Updated: 08:37 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારની જગ્યાએ અન્ય ડમી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનાં આરોપો થયા હતા. જે બાદ પોલીસે 36 માંથી 4 લોકોની ધરપકડ પણ કરી છે.

  • સરકારી નોકરીમાં ડમીકાંડના તાર ક્યાં સુધી?
  • ક્યા સુધી પરીક્ષામાં થતા રહેશે કાંડ?
  • ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક કોણે ગોઠવ્યું?
  • ડમીથી નોકરી મેળવનારા કોણ છે?
  • પરીક્ષાઓમાં વ્યવસ્થામાં ચૂક ક્યા રહે છે?
  • ડમીની ગોઠવણ કેવી રીતે થઇ?
  • ડમીકાંડમાં યુવરાજસિંહ વિવાદમાં કેમ આવ્યા?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 10 દિવસ પહેલા એક પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં મુળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થી બેસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાના આરોપ થયા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા જ યુવરાજસિંહના આ આરોપો એટલા ગંભીર હતા, કે અત્યાર સુધી થયું હશે, પણ આ પરીક્ષામાં ખોટા વિદ્યાર્થી બેસાડવાનું ષડયંત્ર પકડવું પડે એમ હતું. પરીક્ષાની જવાબદારી જેમણે સ્વીકારી હતી એવા સિનિયર પોલીસ અધિકારી હસમુખ પટેલને પણ યુવરાજસિંહે 18 જેટલા નામોનું લીસ્ટ આપ્યું હતું, કે આ વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખજો, કોઈના સ્થાને આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે એમ છે. એ માહિતી જ આખા ષડયંત્રને ખુલ્લું પાડવામાં મદદરૂપ બની. ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલા રેકેટને સમેટવામાં ભાવનગર પોલીસને કેટલી સફળતા મળી છે તે કહેવું વહેલું છે, પણ અત્યારે એવા 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે ડમી વિદ્યાર્થીઓ બેસાડવાનું રેકેટ ચલાવતા હતા. પોલીસે આ 36માંથી 4 લોકોની ધરપકડ પણ કરી છે. 
પરંતુ એક ગંભીર આરોપને કારણે વિદ્યાર્થીઓને પણ આંચકો લાગ્યો છે, જ્યારે એક સરકારી શિક્ષકે એવો દાવો કર્યો છે કે ડમી વિદ્યાર્થીઓના જે નામ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે હતા એમાંથી કેટલાક નામો જાહેરમાં નહી બોલવાના એમણે લાખો રૂપિયા લીધા છે. યુવરાજસિંહ એ આરોપોને ફગાવી ચૂક્યા છે, અને કહી રહ્યાં છે કે આ નામો જ મેં આપ્યા પછી તપાસ થઈ છે. ત્યારે સવાલ એ છે કે આ ડમીકાંડના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે. આ 36 લોકોના ષડયંત્રથી અત્યાર સુધીમાં કેટલા લોકો સરકારી નોકરીએ લાગી ચૂક્યા છે, અને આ 36 સિવાયના બીજા કેટલાક ષડયંત્રકારીઓ છે જેમણે સરકારી પરીક્ષાને મજાકનો વિષય બનાવી દીધી છે.

  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 5 એપ્રિલે ડમી કાંડનો ખુલાસો કર્યો
  • ઉમેદવારોની જગ્યાએ અન્ય લોકો પરીક્ષા આપતા હોવાનો કર્યો હતો આક્ષેપ
  • ભાવનગરના તળાજા અને શિહોરના 6 ગામડાઓના ઉમેદવારો પર હતો આરોપ
  • યુવરાજસિંહના આક્ષેપ બાદ ભાવનગર પોલીસે શરૂ કરી હતી તપાસ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 5 એપ્રિલે ડમી કાંડનો ખુલાસો કર્યો હતો. ઉમેદવારોની જગ્યાએ અન્ય લોકો પરીક્ષા આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાવનગરના તળાજા અને શિહોરના 6 ગામડાઓના ઉમેદવારો પર આરોપ હતો. યુવરાજસિંહના આક્ષેપ બાદ ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર પોલીસે 36 લોકો સામે ફરિયાદ નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે.  યુવરાજસિંહના નજીકના બિપિન ત્રિવેદીએ જ તેમના પર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહે નામ જાહેર ન કરવા બાબતે લાખોનો તોડ કર્યાનો આરોપ છે.  બિપિન ત્રિવેદીના તમામ આરોપને યુવરાજસિંહે નકાર્યા હતા.

  • યુવરાજસિંહે બિપિન ત્રિવેદીના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
  • વ્યાકરણ વિહાર બૂકને લઈ હું બિપિન ત્રિવેદીના સંપર્કમાં આવ્યો હતો: યુવરાજસિંહ
  • ઘટનામાં જવાબદારો તમામ લોકો સામે કાર્યવાહી થશે: સંઘવી
  • યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના હોદ્દા પર નથી: ઇસુદાન ગઢવી
  • ગુજરાતના 56 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું: જગદીશ ઠાકોર

કોણે શું કહ્યું?

આ સમગ્ર મામલે યુવરાજસિંહે બિપિન ત્રિવેદીનાં આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમજ બિપિન ત્રિવેદીને 2018 થી ઓળખું છું. તેમજ વ્યાકરણ વિહાર બુકને લઈ હું બિપિન ત્રિવેદીનાં સંપર્કમાં આવ્યો હતો. બિપિન ત્રિવેદીએ જેટલા નામ આપ્યાએ તમામ લોકોને હું મળ્યો છું. માહિતી બહાર લાવવા માટે હું તમામ લોકોને મળ્યો હતો. મેં કોઈ પાસેથી રૂપિયાની લેતીદેતી કરી નથી. તેમજ મારા પર આરોપ લાગ્યા તે રાજકીય ષડયંત્રનો ભાગ છે. 
આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. આરોપીઓને પકડી લેવામાં આવશે. તેમજ ઘટનામાં તમામ જવાબદારો સામે કાર્યવાહિ થશે.  યુવરાજસિંહ બાબતે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે યુવરાજસિંહ આમ આદમી પાર્ટીનાં હોદ્દા પર નથી. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે. યુવરાજસિંહ પેપરલીંકની માહિતી બહાર લાવતા હતા. ભાજપ આ બાબતો જોઈ શકતું ન હતું. યુવરાજસિંહ ફસાઈ જાય તો ભવિષ્યમાં પેપરલીંકકાંડ બહાર ન આવે. આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે.  
આ બાબતે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ડમી વિદ્યાર્થીઓ, નકલી PSI અને નકલી PMO બધુ જ ગુજરાતમાં છે. ખોટું કરનારાને છાવરવામાં આવે છે. ગુજરાતના 56 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું. 

ડમી ઉમેદવારોએ કઈ પરીક્ષા આપી?

  • ક્લાર્કની પરીક્ષા
  • ઓફિસ આસિ.ની પરીક્ષા
  • MPHWની પરીક્ષા
  • સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા

VTV SAWAL 

  • સરકારી નોકરી માટે વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોને ન્યાય મળશે?
  • ડમી ઉમેદવારોએ અત્યાર સુધી કેટલી પરીક્ષા આપી?
  • ભરતી માટેની પરીક્ષા પારદર્શક ક્યારે બનશે?
  • ડમી ઉમેદવારો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે?
  • ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • અત્યાર સુધી ડમી ઉમેદવારોના કારણે કેટલા લોકોને નોકરી મળી હશે? 

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
(1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
(2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
(3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
(4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
(5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
(6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
(8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
(9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(11) જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(12) રાજ ગીગાભાઈ ભાલિયા (રહે.ભાવનગર)
(13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સિટી)
(15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
(17) રમણિક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
(19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદિયા મહુવા)
(20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
(21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
(22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
(23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
(24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (રહે.ભાવનગર)
(29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
(30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
(31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
(34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
(35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
(36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

સરકારી ભરતીમાં મોટું કૌભાંડ 
ડમી ઉમેદવાર પાસેથી પરીક્ષા અપાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું. ભાવનગરનાં મિલન બારૈયાએ ડમી ઉમેદવાર બનીને 2 વખત પરીક્ષા આપી હતી. ડમી ઉમેદવારો મોટા ભાગે એક જ જ્ઞાતિનાં છે.  છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા આપતા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સુત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે,બલદેવ રાઠોડ મુખ્ય આરોપી છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ કરતા હતા. આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા.શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં રૂપિયા લેતા હતા. આરોપીઓ પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લીધા હતા.  પરીક્ષા પાસ થયા બાદ બીજા રૂપિયા વસૂલવામાં આવતા હતા. પરીક્ષા પાસ કરાનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા અપાતા હતા. બાકીના રૂપિયા આરોપી સરખા ભાગે વહેંચતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.  હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવતા હતા. પોલીસે ડમીકાંડમાં 36 આરોપીના નામો જાહેર કર્યા છે. ડમી કાંડમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ કરી છે.  શરદ પનોત પ્રકાશ ઉર્ફ પીકે દવે,પ્રદીપ બારૈયા અને બળદેવ રાઠોડની ધરપકડ કરી છે. 

ઝડપાયેલા શખ્સોને ઓળખો

  • શરદ ભાનુશંકરપનોત (ઉં.વ.34 રહે.દિહોર,તળાજા)
  • પ્રકાશ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે (ઉં.વ.35 રહે.પીપરલા તળાજા)
  • બળદેવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ.29 રહે.ગામ દિહોર તળાજા)
  • પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (ઉં.વ.33 રહે. દેવગણા સિહોર)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ