બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / How did the mouse become the vehicle of Lord Ganesha Know the interesting mythology behind it

ધર્મ / મૂષક કઈ રીતે બન્યા ભગવાન ગણેશના વાહન? જાણો તેના પાછળની રસપ્રદ પૌરાણિત કથા

Arohi

Last Updated: 09:48 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશ શિવજી અને માતા પાર્વતીના સંતાન છે અને તેમનું વાહન મૂષક છે. ગણેશજીનું વાહન મૂષક જ કેમ છે તે જાણવાની જીજ્ઞાસા દરેક વ્યક્તિને હોય છે. આવો જાણીએ તેના પાછળની રસપ્રદ પૌરાણિક કથા.

  • મૂષક છે ભગવાન ગણેશનું વાહન 
  • જાણો કઈ રીતે બન્યા તેમના વાહન? 
  • તેના પાછળ છે રસપ્રદ પૌરાણિત કથા

હિંદૂ ધર્મમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનિય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કર્યા પહેલા ऊं गणेशाय नम: જરૂર બોલવું જોઈએ. ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિ , સુખ-સમૃદ્ધિ અને જીવનમાં દરેક પ્રકારના પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે. 

ભગવાન ગણેશ બુદ્ધિ અને વાણીના દાતા છે. તે વિધ્નહર્તા છે અને જલ્દી દરેક પ્રકારની મનોકામના પુરી કરનાર દેવતા છે. ભગવાન ગણેશ શિવજી અને માતા પાર્વતીની સંતાન છે અને તેમનું વાહન મૂષક છે. ગણેશ જીનું વાહન મૂષક છે કારણ કે તે જાણે છે કે જીજ્ઞાસા દરેકને થાય છે આવો જાણીએ તેના પાછળની કથા. 

જાણો આ કથા વિશે 
પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઈન્દ્ર ઈન્દ્રલોકમાં અપ્સરાઓ સાથે તેમના નૃત્યનો આનંદ ઉઠાવવામાં વ્યસ્ત હતા. રાજા ઈન્દ્રના દરબારમાં ક્રૌંચ નામનો એક ગંધર્વ હતો. ક્રોંચ મોટાભાગે અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરતા હતા. 

એક વખત રાજા ઈંદ્રને તેના પર ક્રોધ આવ્યો અને તેમણે તેને ઉંદર બનવાનો શ્રાપ આપી દીધો. ઈંદ્રના શ્રાપથી પીડિત થઈને ચંચલ ક્રોંચ એક બળશાળી મૂષકનું રૂપ ધારણ કરીને પારાશર ઋષિના આશ્રમમાં ગયો. ઉંદરના સ્વભાવના કારણે તે ક્રોંચે મુનિના આશ્રમમાં ખૂબ જ ધમાલ મચાવી. 

પારાશર ઋષિનું આખુ આશ્રમ મૂષકે તબાહ કરી દિધુ છે. ઉંમરના આતંકથી આશ્રમમાં પારાશર ઋષિ સહિત ઘણા બીજા ઋષિ-મુનિ વિચાર લાગ્યા કે આ ઉંદરના આતંકથી કઈ રીતે નિપટવામાં આવે. ત્યારે પારાશર ઋષિ ભગવાન ગણેશની શરણમાં ગયા અને તેમને આ સમસ્યાનું સમાધાન કરવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન ગણેશે ઉંદરના આંતકથી છુટકારો અપાવવા માટે વચન આપ્યું અને ગણેશજીએ પોતાનું પાશ ફેંકીને પાતાલલોકથી તે બળશાળી ઉંમરને ગળાને બાંધીને તેને તેના સામે પ્રગટ કર્યો. 

ઉંદરના ગળામાં બાંધેલા પાશની પકડથી તે મૂષક થોડા દિવસ સુધી મૂર્છિત થઈ ગયો. જેવો તે મૂષક હોશમાં આવ્યો તેને તરત ભગવાન ગણેશની આરાધના કરવાની શરૂ કરી દીધી અને તે પોતાના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન ગણેશ મૂષકની આરાધનાથી પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે કહ્યું. પરંતુ તે વાત સાંભળીને ઉત્પાતી મૂષકનો અહંકાર જાગી ઉઠ્યો અને કહ્યું મારે તમારી પાસે કોઈ વરદાન નથી માંગવું તેના બદલામાં તમે મારી પાસે કંઈક માંગી શકો છો. 

મૂષકના આ અહંકારની વાત સાંભળીને ગણેશજી મનમાં જ હસવા લાગ્યા અને કહ્યું જો તમારી આજ ઈચ્છા છે તો તમે મારૂ વાહન બની જાઓ. ત્યારે મૂષકે જેવુ તથાસ્તુ કહ્યું કે ગણેશ ભગવાન તેના પર સવાર થઈ ગયા. ભગવાન ગણેશના ભારે ભરખમ શરીરથી મૂષકના પ્રાણ નીકળવા લાગ્યા. ત્યારે મૂષકને ફરી એક વખત પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાનની પ્રાર્થના કરી કે તે પોતાનો ભાર તેના વહન કરવા યોગ્ય બનાવી લે. આ રીતે મૂષકનો અહંકાર સમાપ્ત થયો અને ગણેશ જીએ હંમેશા માટે તેને પોતાનું વાહન બનાવી લીધુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ