બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / How did the husbands in Ahmedabad? Abhayam helpline receives two and a half times more calls, big update

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ / અમદાવાદમાં પતિઓએ કેવા કેવા લફરા કર્યાં? અભયમ હેલ્પલાઈનને મળ્યાં અઢી ગણા વધુ કોલ, મોટું અપડેટ

Hiralal

Last Updated: 04:12 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસોમાં ખૂબ મોટો વધારો આવ્યો છે અને તેનું મૂળ કારણ મોબાઈલ છે તેવું આંકડાઓ પરથી સામે આવ્યું છે.

  • અમદાવાદ સહિત ગુજરાતમાં વધ્યાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસો
  • 5 વર્ષમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસોમાં અઢી ગણો વધારો
  • કપલો અભયમ હેલ્પલાઈન પર કરી રહ્યાં છે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની ફરિયાદ 

મહિલાઓની સુરક્ષા માટે શરુ કરવામાં આવેલી હેલ્પલાઈન અભયમ 181 પર આજકાલ અલગ પ્રકારના કેસો સામે આવી રહ્યાં છે અને તે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસો છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસોમાં અઢી ગણો વધારો થયો છે. આ અમદાવાદના આંકડા છે પૂરા ગુજરાતમાં આંકડા વધારે હોઈ શકે છે. અમદાવાદ સહિતના ગુજરાતના મોટા શહેરોમાં મહિલાઓ અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને પોતાના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને તે સંબંધિત હિંસાની ફરીયાદ કરી રહી છે. મોબાઈલને કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની શંકા વધી રહી છે અને તેને કારણે ઘરેલુ ઝગડાઓ વધી રહ્યાં છે. અભમયમને અલગ અલગ પ્રકારના કેસ મળ્યાં છે. 

મહિલા આખી રાત જોતી રહી પતિનો મોબાઈલ
આ કેસમાં હાજર રહેલા એક કાઉન્સેલરે જણાવ્યું હતું કે, એક કેસમાં પતિ સુઈ ગયા બાદ એક મહિલા તેના પતિનો ફોન લઈને આખી રાતતેના તમામ સંદેશાઓ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વીડિયો વપરાશનો ઇતિહાસ અને કોલ લોગ્સ જોતી હતી. કાઉન્સેલરે વધુમાં જણાવ્યું હતું કે, "તેણે કહ્યું હતું કે તેની પત્નીને એક મહિનાથી પૂરતી ઊંઘ મળી રહી ન હતી કારણ કે તે આખી રાત ફોનમાં ફંફોસતી રહેતી હતી અને પછી સવારમાં આ વાતે ઝગડો કરતી હતી. 

ગુજરાતમાંથી દર મહિને 750 જેટલા કોલ 
આવો જ એક કિસ્સો છે. અભયમ હેલ્પલાઈનના ડેટા સૂચવે છે કે, લગ્નેતર સંબંધોને લગતા તકલીફ કોલ્સ છેલ્લા પાંચ વર્ષમાં 2.5 ગણા વધ્યા છે. ગુજરાતમાંથી દર મહિને 750 જેટલા કોલ આવે છે ત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ અને સતામણી બાદ આ હેલ્પલાઈન પર ફોન કરવાનું આ ત્રીજું સૌથી સામાન્ય કારણ હતું.

ફાલ્ગુની પટેલે આપ્યાં ઉદાહરણો 
હેલ્પલાઇનના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે એવા ઘણા કિસ્સાઓ છે જેમાં મહિલાઓ સતત તપાસ હેઠળ હોય છે - તેમના જીવનસાથીઓ તેમને પૂછે છે કે તેમને ઓફિસના સમય પછી પુરુષ સહકર્મીના કોલ કેમ આવી રહ્યા છે, તેઓએ વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કેમ કરી અથવા તો તેણે સોશિયલ મીડિયા પર પુરુષ કર્મચારીની પોસ્ટ કે લાઈક કરી કે કોમેન્ટ કરી. પુરુષોને પત્નીઓ પર શક પડી રહ્યો છે. આ બધું મોબાઈલને કારણે બની રહ્યું છે. કોરોના વખતે જ્યારે વર્ક ફ્રોમ હોમ એક સામાન્ય બાબત બની ગઈ હતી, ત્યારે લગ્નેતર સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. "ઘણા કિસ્સાઓમાં, પતિ અથવા પત્નીને પહેલા શંકા થાય છે, પછી વળગણ જે પાછળથી પાકી શંકામાં ફેરવાય છે. 

શું બોલ્યાં મનોચિકિત્સક
શહેરના મનોચિકિત્સક ડો.હંસલ ભચેચે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોબાઇલ ફોન વિખવાદનું કારણ બની રહ્યો છે. કપલો એકબીજા પર નજર રાખવા માટે 
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે, અથવા તેઓ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર ચેટ પર ટેબ રાખવા માટે તેમના ફોનને મિરર કરે છે. તેઓ ઘણીવાર પાસવર્ડ્સ અને રેકોર્ડ કોલની માંગ કરે છે
અને અંતે આવા અવિશ્વાસથી લગ્નજીવન ભાંગી પડે છે. તેમણે કહ્યું કે જો કપલ પાસે છુપાવવા લાયક કંઈ ન હોય તો મોબાઈલને પાસવર્ડ વગર રાખવા જોઈએ. તો જ વિશ્વાસ વધી શકે છે. જો કોઈ પતિ કે પત્નીને કોઈ વાતની શંકા હોય અને સંતોષકારક જવાબ ન મળે તો શક સ્વાભાવિક છે પરંતુ વિશ્વાસની ભાવના જગાડવી હંમેશાં સલાહભર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ