બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / How chocolate is beneficial for mental health, the study revealed

તમારા કામનું / મેન્ટલ હેલ્થ માટે કઈ રીતે ફાયદેમંદ છે ચોકલેટ, સ્ટડીમાં થયો ખુલાસો... જાણો વિગતવાર

Pooja Khunti

Last Updated: 10:42 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hot Chocolate and Mental Health: હોટ ચોકલેટ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. જાણો હોટ ચોકલેટ ખાવાથી કેવી રીતે માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

  • હોટ ચોકલેટ એક વધુ શ્રેષ્ઠ વિકલ્પ
  • ફ્લેવોનોલ્સ એક પ્રકારનું એન્ટિઓક્સિડેન્ટ છે
  • મગજનાં કોષોમાં બળતરા ઘટાડવામાં મદદ કરે 

ડાર્ક ચોકલેટની અંદર અન્ય ચોકલેટ કરતા વધુ પ્રમાણમાં કોકો અને ઓછા પ્રમાણમાં ખાંડ હોય છે. મિલ્ક ચોકલેટનાં પ્રમાણમાં હોટ ચોકલેટ એક વધુ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક ખાનગી અહેવાલ મુજબ, ચોકલેટની અંદર અમુક એવા ગુણ હોય છે જે મગજનાં કાર્યને સુધારે છે. આ સાથે માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિઓમાં પણ મદદ કરે છે.  હોટ ચોકલેટને ડાર્ક ચોકલેટ, કોકો પાઉડર, માર્શમેલો જેવા ટૉપિન્ગ સાથે વેનીલા એસેન્સથી બનાવવામાં આવે છે. 

ડાર્ક ચોકલેટ માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી 
એક ખાનગી અહેવાલ મુજબ, ચોકલેટની અંદર કોકો ફ્લેવેનોલ્સ હોય છે. આ રસાયણ ધ્યાન અને મગજનાં એકંદર કાર્યને વધારે છે. ફ્લેવોનોલ્સ એક પ્રકારનું એન્ટિઓક્સિડેન્ટ છે જે શરીરની અંદરથી ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે. આ સાથે મગજનાં કોષોમાં પણ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. 

દૂધ 
કોકો ફ્લેવેનોલ્સનું નિયમિત રીતે સેવન કરવાથી વૃદ્ધ લોકોની મગજ શક્તિ વધી શકે છે. આ સાથે દૂધ જેનો હોટ ચોકલેટ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવે છે. તે પણ એક સારા જ્ઞાનાત્મક કાર્ય અને યાદશક્તિ માટે ઉપયોગી છે. દૂધની અંદર શક્તિશાળી ઇન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે મગજનું આયુષ્ય વધારે છે અને મગજને બીમારીઓથી થતાં નુકસાનથી બચાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ