બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / How Can You Get Your Birth Certificate for new born baby in just 21 days

જન્મ નોંધણી / 21 દિવસની અંદર કરાવો બર્થ રજિસ્ટ્રેશન, ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ

Bhushita

Last Updated: 04:32 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્મ પ્રમાણપત્ર એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. પાસપોર્ટ બનાવડાવવા સહિત અનેક કાર્યોમાં ઉંમરની ચકાસણી માટે આ પ્રમાણપત્ર કાયદેસર મનાય છે. તેથી આ પ્રમાણપત્ર બનાવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન કરવી જોઈએ. બાળકના જન્મ બાદ તરત જ તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

ભારતના રજિસ્ટ્રાર જનરલ કેન્દ્ર સરકારના સ્તરે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન માટે રાજ્યો સાથે સમન્વય કરે છે. જોકે, રજિસ્ટ્રેશન રાજ્ય સ્તરે કરાય છે. દેશના 19 રાજ્યોમાં મુખ્ય રજિસ્ટ્રાર સ્વાસ્થ્ય વિભાગ અને 12 રાજ્યોમાં સાંખ્યિકી વિભાગ દ્વારા નોંધણી થાય છે. જ્યારે બાકીના ચાર રાજ્યોમાં સ્થાનિક નિગમ આ કામ જુએ છે. દરેક રાજ્યમાં એક આંતરવિભાગીય સમન્વય સમિતિ હોય છે જે રાજ્યની અંદર રજિસ્ટ્રેશનનું કામ જુએ છે. આ જ પ્રકારની સમિતિ જિલ્લા સ્તર પર પણ હોય છે.

બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે સૌથી પહેલા જન્મનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જન્મના 21 દિવસની અંદર સ્થાનિક અધિકારી સમક્ષ નિયત ફોર્મમાં વિગતો ભરીને જન્મ રજિસ્ટર કરાવી શકાય છે. આ બાદ અધિકારી સંબંધિત હોસ્પિટલ કે નર્સિંગ હોમના રેકોર્ડ આધારે બર્થ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દે છે. જો નિયત સમય મર્યાદાની અંદર જન્મ રજિસ્ટર ન કરાય તો પોલીસ વેરિફિકેશન બાદ જ જન્મ પ્રમાણપત્ર મળે છે. શહેરોમાં નગરપાલિકા કે નગર પરિષદ, જિલ્લા સ્તરે મામલતદાર અને ગામડાંમાં ગ્રામ પંચાયતનું કાર્યાલય આ સર્ટિફિકેટ ઈશ્યૂ કરે છે.


3 સ્ટેપ્સમાં સરળ રીતે કરો અપ્લાય?

- જો બાળકનો જન્મ ઘરે જ થયો હોય તો સંબંધિત કાર્યાલય પાસેથી બર્થ રજિસ્ટ્રેશન ફોર્મ લઈને ભરી લો અને તેને જમા કરાવી દો. જો બાળકનો જન્મ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં થયો હોય તો સંબંધિત હોસ્પિટલમાં મેડિકલ ઈન્ચાર્જ આ ફોર્મ ઉપલબ્ધ કરાવી આપે છે. આ ફોર્મ ભરીને 21 દિવસની અંદર જમા કરાવવાનું હોય છે. ફોર્મમાં ભરેલી જાણકારીની ચકાસણી બાદ બે અઠવાડિયાની અંદર આ પ્રમાણપત્ર ઈશ્યૂ કરી દેવાય છે.

- તમે ઓનલાઈન પણ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે એપ્લાય કરી શકો છો. મોટા ભાગના રાજ્યોમાં સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં કેટલાક સ્થાનોએ પ્રક્રિયા જુદી જુદી હોઈ શકે છે. આ માટે સૌપ્રથમ સંબંધિત વેબસાઈટ પર જાઓ. તમે http://CrSOrgi.gov.in પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે સંબધિત ફોર્મ પરની જાણકારી ભરવાની હોય છે અને સબમિટ બટન દબાવીને તેને જમા કરાવી શકાય છે.

- ઘણી જગ્યાઓએ બર્થ સર્ટિફિકેટ તમારી ઓળખનો પણ પુરાવો હોય છે. સ્કૂલમાં એડમિશન લેવાથી લઈને મેરેજ સર્ટિફિકેટ બનાવતી વખતે પણ તેની જરૂર પડે છે. પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ માટે પણ તેની જરૂર પડે છે. જો તમે જીવન વીમો કરાવી રહ્યા હોવ તો પણ તમારે તેની જરૂર પડે છે. જમીન સાથે જોડાયેલા વિવાદોના સમાધાન માટે પણ તે જરૂરી છે.  હવે આ સરળ પ્રોસેસની મદદથી તૈયાર કરી લો બર્થ સર્ટિફિકેટ.

સંકળાયેલા મુદ્દાઓ

India New born baby Utility birth certificate documents online process steps to apply for birth registration જન્મનું સર્ટિફિકેટ Birth Registration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ