બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / Honey Benefits good health benefits of honey madh na fayada

હેલ્થ ટિપ્સ / Honey Benefits: ધરતી પરનું અમૃત એટલે મધ, રોજ ખાવાથી અનેક બીમારીઓથી આપે છે રક્ષણ, જાણો ફાયદા

Arohi

Last Updated: 10:01 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honey Benefits: મધ તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓથી બચાવી શકે છે. તેમાં ઘણા પોષક તત્વ રહે છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ ઘણી સમસ્યાઓ માટે દવાના રૂપમાં કામ કરે છે.

  • ધરતી પરનું અમૃત એટલે મધ
  • દરરોજ મધના સેવનથી થાય છે ફાયદો 
  • અનેક બીમારીઓથી આપે છે રક્ષણ

આયુર્વેદમાં મધને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મઘ તમને ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી પણ છે. 

શિયાળામાં લોકો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ઓછી કરવા માટે મધનો ઉપયોગ ઘરગથ્થુ ઉપાય માટે કરે છે. તેમાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેંગનીઝ, ઝિંક જેવા તમામ પોષક તત્વ હોય છે. આ વજન ઓછુ કરવાની સાથે ઘણી બીમારીઓને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે. 

ખાંસીથી છુટકારો 
મઘમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખાંસીને શાંત કરવામાં મદદ કરે છે. જો તમે સતત ખાંસીથી પરેશાન છો તો એવામાં મધ તમારી મદદ કરી શકે છે. એક ચમચી મધમાં હળદર અને થોડો આદુનો રસ મિક્સ કરીને ત્રણ વખત પીવો. તેનાથી ખાંસીની સમસ્યા દૂર થઈ જશે. 

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર મધ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર પ્રોપોલિસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના લેવલને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો એક્સપર્ટની સલાહ લઈને ડાયેટમાં મધ શામેલ કરો. 

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે મધ 
મધમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી તમે ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી બચી શકો છો. 

પાચનતંત્રને સ્વસ્થ્ય રાખવામાં ફાયદાકારક
જે લોકોને પાચન સંબંધી સમસ્યા છે તેમના માટે મધ રામબાણ ઈલાજ છે. પાચનને સ્વસ્થ્ય રાખવા માટે તમે નાસ્તો કરતા પહેલા એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પી શકો છો તેનાથી તમને ફાયદો મળી શકે છે. 

સારી ઉંઘ માટે 
રાત્રે સારી ઉંઘ આવે તેના માટે પણ તમે મઘનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરો અને તેને પી લો. આમ કરવાથી તમને સારી ઉંઘ મળશે. 

વજન ઘટાડવામાં અસરકારક
મઘ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેના ઉપરાંત ભૂખને પણ કંટ્રોલ કરે છે. જેનાથી વધારે ભોજન કરવાની ટેવથી બચી શકાય છે. જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો રોજ સવારે એક ગ્લાસ હુફાળા પાણીમાં મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ