બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Home Remedies To Remove Wart from the root

ટિપ્સ / શરીર પર થતા મસાથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી થશે દૂર

Juhi

Last Updated: 11:56 AM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહેરા પર અને શરીરના કોઇપણ ભાગમાં મસા હોય તો તે તે જરૂરથી તમારા દેખાવને અસર કરે છે. કેટલાક લોકો મસાને દૂર કરાવવા માટે ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ મસાને દૂર કરાવવા માટે લેઝર ટ્રિટમેન્ટ કરાવવાની જરૂર નથી, અમે તમને સરળ રીતે બતાવીશું.

મસાને દૂર કરવા માટે બહાર જવાની જગ્યાએ તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને મસા હટાવી શકો છો. સૌથી ખાસ વાત છે આ ઉપાયથી મસાને જડમૂળથી દૂર થઇ જશે અને ફરીથી ક્યારેય નહી થાય. ઘરેલૂ ઉપાય હોવાથી તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ નહી થાય અને સરળતાથી તમે શરીર પરથી દૂર કરી શકશો.

સામાન્ય રીતે મસા વિષાણુ સંક્રમણના કારણે થતા હોય છે. મસા એક કે બે નહી પરંતુ દસ-દસ પ્રકારના હોય છે. ઘણી વખત મસા ચેપના કારણે પણ થાય છે તેથી મસાને ક્યારેય અડતા નહી. કેટલીય વખત મસા આપોઆપ દૂર થઇ જાય છે. તો કેટલીક વખત  આવુ થતુ નથી. મોટા મસા રહી જતા હોય છે, જ્યારે નાના મસા દૂર થઇ જતા હોય છે. જો તમે પણ મસાથી પરેશાન છો તો ઉપચાર અજમાવો. 

- એપલ સાઇડર વિનેગરને રૂમાં ડૂબાડીને મસા પર દિવસભર લગાવતા રહો. ધીમે-ધીમે મસા હળવા રંગના થઇને સૂકાઇને જાતે જ નીકળી જાય છે. મસા હટાવવા માટે તમારે આ ઉપાય દરરોજ કરવો પડશે, જેનું પરિણામ ચોક્કસથી મળશે.

- લસણની પેસ્ટ બનાવીને તેને મસા પર લગાવીને હળવા માટે મસાજ કરો, આ પછી થોડી લસણની પેસ્ટને મસા પર લગાવીને તેના પર બેન્ડેજ લગાવી દો. આ બેન્ડેજ રોજ બદલો, કેટલાક દિવસ સુધી આ ઉપાય કરવાથી મસાની સમસ્યામાંથી છૂટકારો મળશે. 

- બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરીને મસા પર લાગવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મસા સૂકાઇ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઇચ્છો તો આ રસને આખી રાત માટે લગાવી શકો છો.

- બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરને કેસ્ટર ઓઇલમાં મિક્સ કરી લો. હવે આ લેપને મસા પર વારંવાર લગાવો. આમ કરવાથી મસા દૂર થઇ જશે.

- અનાનસ (પાઇનેપલ)નો રસ, ફ્લાવરનો રસ, મધ અને લસણ-ડુંગળીનો રસ મિક્સ કરીને મસા પર લગાવી દો. તેને થોડા સમય માટે મસપર લગાવેલો રહેવા દો, તો આ ઉપાય કારગર સાબિત થશે. 

નોંધ: આ ઉપાયો નાના-નાના મસાને દૂર કરવા માટે કામમાં આવશે. ધીરજની સાથે આ ઉપાય કરો. જોકે એક સમયે એક જ ઉપાય કરો, બધા ઉપાય અજમાવવા જશો તો કોઇ પરિણામ આવશે. જોકે આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેજો.

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle ઘેરલૂ ઉપાય મસા tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ