ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / home-ministry-says-delhi-government-efforts-to-resolve-logistical-issues-for-procuring-oxygen-have-not-been-up-to-the-mark

ઓક્સિજન / મોદી સરકારે કેજરીવાલની કાઢી ઝાટકણી, કહ્યું- અન્ય રાજ્યો પ્રોફેશનલ રીતે વર્તે છે જ્યારે કે દિલ્હી...

Published By: Nirav

Last Updated: 08:57 PM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સીએમ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આવતા મહિને દિલ્હી સરકાર વિવિધ હોસ્પિટલોમાં 44 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે.

ADVERTISEMENT

  • દિલ્હી સરકારની કેન્દ્ર સરકારે કરી તીખી આલોચના 
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પત્રમાં કહ્યું- જો સમયસર પગલાં લીધા હોત તો દુ:ખદ ઘટનાઓ ટાળી શકાઈ હોત 
  • કેજરીવાલની જાહેરાત - દિલ્હીમાં લાગશે 44 ઓક્સિજન પ્લાન્ટ 

મહત્વનું છે કે આ 44 પ્લાન્ટમાંથી 21 આયાત ફ્રાન્સથી કરવામાં આવશે. આ સિવાય એ પણ એટલું જ નોંધનીય છે કેન્દ્ર સરકાર 30 એપ્રિલ સુધીમાં આઠ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે.

હાઇકોર્ટ પછી કેન્દ્રએ દિલ્હી સરકારને આપ્યો ઠપકો 

કેન્દ્રની મોદી સરકારે કેજરીવાલ સરકારને દિલ્હી શહેરની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે ટેન્કરોની વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે "સમયસર પગલાં લેવાયા હોત તો દુ:ખદ ઘટનાઓને ટાળી શકાઈ હોત."

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ મામલે દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવને એક પત્ર લખ્યો હતો જેમાં અત્યંત કડક ભાષામાં કહ્યું હતું કે ઓક્સિજનની ખરીદી માટે જરૂરી વિવિધ પ્રશ્નોના સમાધાન માટેના દિલ્હી સરકારના પ્રયત્નો સમયની જરૂરિયાત મુજબ પૂરતા નથી, જ્યારે કે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ સંદર્ભે વધુ સારી અને પ્રોફેશનલ એટલે કે વ્યવહારુ રીતે કામ કરી રહ્યા છે. 

કેજરીવાલે ઓક્સિજન પ્લાન્ટ માટે કરી મોટી જાહેરાત 

કેન્દ્રીય ગૃહ સચિવે 25 મી એપ્રિલે આ પત્ર લખ્યો હતો. જોકે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે તેમની સરકાર થાઇલેન્ડથી 18 'ક્રાયોજેનિક' ટેન્કર અને ફ્રાન્સથી 21 ઓક્સિજન પ્લાન્ટ આયાત કરશે. તેમણે વધુમાં કહ્યું કે ગયા અઠવાડિયે કોરોના કેસોમાં જંગી વધારા વચ્ચે ઓક્સિજનની ઘણી તંગી જોવા મળી હતી અને છેલ્લા બે દિવસમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

કેજરીવાલે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આવતા મહિને દિલ્હી સરકાર વિવિધ હોસ્પિટલોમાં 44 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે, જેમાંથી 21 પ્લાન્ટ ફ્રાન્સથી આયાત કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર 30 એપ્રિલ સુધીમાં આઠ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર દ્વારા દિલ્હીને પાંચ ઓક્સિજન ટેન્કર આપવામાં આવ્યા છે.

માર્ગ મંત્રાલય દ્વારા વિશેષ ડિજિટલ ગ્રુપની રચના કરાઇ છે 

કેન્દ્ર સરકારના વિવિધ પગલાઓની જેમ કે ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય બંધ કરવો, ઓક્સિજન ટેન્કરોનું પરિવહન, વિદેશથી ટેન્કર મંગાવવા વગેરેને લઈને કેન્દ્રિય ગૃહ સચિવે જણાવ્યું હતું કે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ માટે તેમના સ્તરે સતત પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ અંગે એક વિશેષ ડિજિટલ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે.

ભલ્લાએ પોતાના પત્રમાં દિલ્હી સરકારના મુખ્ય સચિવને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરતાં કહ્યું હતું કે, "જોકે, દિલ્હી સરકારે અત્યાર સુધી ભાગ્યે જ કોઈ ટેન્કર ગોઠવવાની વ્યવસ્થા કરી છે, જ્યારે કે કેન્દ્ર દ્વારા ઓક્સિજનની ફાળવણી શરૂ કર્યાને કેટલાય દિવસો થઈ ગયા છે. " ગૃહ સચિવે કહ્યું કે મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં હાલ કોઈ તંગી નથી અને દિલ્હી સરકારના અધિકારીઓની સલાહ બાદ 21 એપ્રિલે 480 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી માટે ફાળવવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Home Ministry Oxygen shortage aap government delhi cm arvind kejriwal ઓક્સિજન કોરોના દિલ્હી Oxygen Shortage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ