બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Home Minister Amit Shah inaugurated Kalol Medical College

ગાંધીનગર / ગૃહમંત્રી અમિત શાહે કલોલ મેડીકલ કોલેજનું કર્યું ઉદ્ઘાટન, કાર્યક્રમમાં CMનું એલાન, આવનાર 5 વર્ષમાં 10 મેડિકલ કોલજ બનશે

Dinesh

Last Updated: 06:13 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhingar News: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ,કલોલ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહ યોજાયો

શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત ૩૦મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિતભાઇ શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા કાર્ય સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

'આરોગ્ય સેવાને પ્રધાન્ય આપવામાં આવે છે'
સમાજમાં વ્યસનમુક્તિ સાથે સાથે શિક્ષણનો વ્યાપ વધારવાનું ઉમદા કાર્ય 60ના દશકથી ગુરુકુલના માધ્યમથી આ સંસ્થા કરી રહી છે. ગરીબ, છેવાડા અને પહાડી વિસ્તારમાં રહેતા વનવાસી બાળકોને શિક્ષણ આપીને ભક્તિ અને સંસ્કૃતિ તરફ દોરી સારા નાગરિક બનાવવાનું કામ પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુંદર રીતે થઈ રહ્યું   છે. ઉપરાંત સમાજમાં સજ્જન શક્તિનો સંગ્રહ કરવાના કામ સાથે શિક્ષણ, આરોગ્ય વ્યસન મુક્તિ, સામાજિક દુષણોને દૂર કરવા જેવા અનેક જન કલ્યાણના કામોને આ સંસ્થાએ પ્રાધાન્ય આપ્યું છે. અહીં કલોલ ખાતે આરોગ્ય સેવા વઘુ સર્દઢ બનાવવા માટે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તેની સાથે આસપાસના ગરીબ લોકોને આરોગ્ય સેવા આપવા માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે. 
  આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડિકલ સેવા વધારવાનું કામ 10 વર્ષમાં ખૂબ ઝડપથી થયું છે.

'ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં 11 ટકાની વૃદ્ધિ થઇ'
સિત્તેર વર્ષમાં 7 એઈમ્સ હોસ્પિટલ બની હતી. 10 વર્ષમાં 23 એઈમ્સ હોસ્પિટલ બની છે. દેશમાં 387 કોલેજથી વધારીને 706 મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. 51 હજાર એમ.બી.બી એસ.ની સીટ વધારીને 1 લાખથી વધુ કરવામાં આવી છે. ૩૧ હજાર જેટલા એમ.ડી, એમ.ડી. એસ ડિગ્રી લઇને દર વર્ષે બહાર આવતાં હતા. તે સીટો આજે 70 હજાર કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના સ્તરે આઇ.આઇ.ટી, આઈ. એ. એમ ,આઇ.આઇ.એસ.સી.આર. જેવી શિક્ષણની સંસ્થાઓને વિશ્વ કક્ષાની બનાવવામાં આવી છે. દેશના યુવાનોને વિશ્વના યુવાનો સાથે સ્પર્ધા કરવાનો મંચ આવી સંસ્થાઓ થકી આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં 11 ટકાની વૃદ્ધિ થઇ છે.   316 થી 480 પબ્લિક યુનિવર્સિટી બની છે. 38 હજાર કોલેજ થી 53 હજાર કોલેજ બનાવવાનું કામ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

વિકાસકાર્યોના લોકોર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં બાળકો સામે અનેક તકો ઊભી કરવામાં આવી છે. મેડિકલ કોલેજ સાથે સાથે અર્થશાસ્ત્ર, સંગીત જેવા અનેક વિષયો ભણવાની તક પણ નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવી છે. નવી શિક્ષા નીતિમાં સંપુર્ણ વ્યક્તિ બનાવવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બાળકોમાં રહેલ શક્તિને બહાર લાવવાની તક પણ આ શિક્ષા નીતિમાં વિઘાર્થીઓને મળી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પહેલા ભારતના નેતા વિદેશ જતાં ત્યારે અંગ્રેજીમાં બોલતા હતા. આજે જી-20 જેવા મંચ પર વડાપ્રઘાનશ્રીએ હિન્દીમાં પ્રવચન આપીને પોતાની સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરી છે. આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે ભારત દેશના નવ યુવાનો દરેક ક્ષેત્રે અગ્રણી હશે. દેશમાં ડિજિટલ અને આધુનિકતા લાવ્યા તેની સાથે સંસ્કૃતિને જાળવવાનું કામ પણ દેશના વડાપ્રધાનશ્રીએ કર્યું છે. એક અદભુત ભારતનું નિર્માણ થશે અને ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પર સતત વિકાસકામોની હેલી વરસાવી છે. એક જ અઠવાડિયામાં ગુજરાતને 1 લાખ કરોડ રૂપિયાથી વધુના 300 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ આશરે 750 કરોડ રૂપિયાના વિકાસકામોની ગુજરાતની જનતાને ભેટ આપશે.

વાંચવા જેવું: ગુજરાતમાં આવેલી કુદરતી આપત્તિની અસર 'કેન્દ્ર'માં નહીં, બે વર્ષમાં એક રૂપિયો પણ ન ચૂકવ્યો, ચોંકાવનારો ખુલાસો

મુખ્યમંત્રીએ શું કહ્યું ?
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે. આજનો કાર્યક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વાસ્થ્ય સેવાઓ સાથે ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષણમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને આ સંસ્થા વડાપ્રધાનશ્રીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રને સાકાર કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેવાડાના ગામોના સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવી છે. ગ્રામ્ય સ્તરે પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત સ્વાસ્થ્ય-કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં કાર્યરત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ