બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:08 AM, 18 June 2021
ADVERTISEMENT
સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ ઈકો સિસ્ટમ માટે કેન્દ્ર સરકારે મોટું પગલું લીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સાયબર ફ્રોડના કારણે થનારા નુકસાનને રોકવા માટે નેશનલ હેલ્પલાઈન નંબર 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મનું સંચાલન શરૂ કર્યું છે. નેશનલ હેલ્પલાઈન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ સાયબર ફ્રોડમાં નુકસાન ઉઠાવનારા લોકોને આ કેસનો રિપોર્ટ કરવા માટે એક પ્લેટફોર્મની સુવિધા આપે છે. જેથી તેમની કમાણી બચાવી શકાય.
ADVERTISEMENT
ક્યારથી લોન્ચ થઈ છે આ હેલ્પલાઈન
આ સોફ્ટવેરને 1 એપ્રિલ 2021માં લોન્ચ કરાયું છે. તેને માટે હેલ્પલાઈન નંબર 155260 છે અને તેના રિપોર્ટિંગ પ્લેટફોર્મને ભારતીય રિઝર્વ બેંક, પ્રમુખ બેંક અને વોલેટ્ની મદદથી ઓનલાઈન મર્ચન્ટના સમર્થન અને સહયોગથી ગૃહમંત્રાલયના આધારે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરથી સંચાલિત કરાય છે. આ પ્લેટફોર્મ અને હેલ્પલાઈનને 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ કરાઈ છે. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દેશની 35 ટકા આબાદીને કવર કરે છે.
કેટલા કરોડની દગાખોરી રોકી
અનેક રાજ્યોમાં આ પ્લેટફોર્મ અને હેલ્પલાઈનની મદદ લેવાનું કામ શરૂ કરાયું છે. લોન્ચિંગ બાદ ફક્ત 2 મહિનાના સમયમાં આ હેલ્પલાઈન નંબરની મદદથી કુલ 1.85 કરોડ રૂપિયાથી પણ વધારેની દગાખોરીને રોકવામાં આવી છે. દિલ્હી અને રાજસ્થાને ક્રમશઃ 58 લાખ અને 53 લાખ રૂપિયાની બચત કરી છે. આ પ્લેટફોર્મ યોગ્ય ટેકનિકથી કામ કરતું હોવાથી બેંક અને પોલીસને પણ સશક્ત બનાવે છે. તેનાથી ઓનલાઈન નુકસાન અને દગાખોરીને રોકી શકાય છે.
આ રીતે કામ કરે છે હેલ્પલાઈન અને પ્લેટફોર્મ
જો દગાખોરીના રૂપિયા ત્યાં હાજર હશે તો બેંક તેને રોકી લે છે. એટલે કે દગાખોરો એ રૂપિયા કાઢી શકતા નથી. જો દગાખોરીથી રૂપિયા અન્ય બેંકમાં ગયા છે તો તે ટિકિટ તે અન્ય બેંકમાં મોકલાશે જ્યાં રુપિયા ગયા છે. આ પ્રક્રિયાને ત્યાં સુધી ચાલુ રખાશે જ્યાં સુધી રૂપિયા પરત ન મળે.
આ બેંક પણ છે સામેલ
હાલમાં હેલ્પલાઈન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મમાં સરકારી અને ખાનગી બેંક સામેલ છે જેમાં એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, યસ, કોટક મહિન્દ્રા બેંક સામેલ છે. તેના વોલેટ અને મર્ચેન્ટ પમ જેમકે પેટીએમ, ફોન પે, મોબિક્વિક, ફ્લિપકાર્ટ અને અમેઝોન પણ જોડાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.