બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / holika dahan 2024 offer these things in holika agni according to zodiac signs bhadra kaal and shubh muhurt tlifdu

Holi 2024 / હોલિકા દહનમાં રાશિ પ્રમાણે અર્પિત કરો આ વસ્તુ, જીવનની બધી જ સમસ્યાઓ થશે સ્વાહા

Dinesh

Last Updated: 08:07 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024: હોલિકા દહન ભદ્રાના સમયગાળામાં ક્યારેય ન કરવું જોઈએ. આ વર્ષે ભદ્રકાળ પૂર્ણિમા તિથિની શરૂઆત સાથે શરૂ થશે. જે રાત્રે 10.27 સુધી ચાલશે

Holika Dahan 2024: ભારતીય નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાની પ્રથમ તારીખે શરૂ થાય છે. જે જૂના સંવત્સરને વિદાય આપવા અને તેની નકારાત્મકતાને દૂર કરવા માટે આગમન પહેલા હોલિકા દહન  કરવામાં આવે છે. આપને જણાવીએ કે, હોલિકા દહન આજે છે. હોલિકા દહન પાપ પર પૂર્ણનો જીતના પ્રતિક બતાવે છે. હોલિકા દહનમાં લાકડાઓને જમીનમાં ઉભા રાખવામાં આવે છે ત્યારબાદ ચારે બાજુથી લાકડા અને છાણા ઘેરી દેવામાં આવે છે અને ચોક્કસ સમયે મૂહુર્ત સમય પ્રજલવામાં આવે છે

હોળિકા દહન વખતે જો-જો આવી ભૂલ કરતા! નહીં તો દાંપત્ય જીવનમાં આવી શકે છે  ધર્મસંકટ | Holi 2024 these people did not watch holika dahan can be a big  mistake

આખું વર્ષ સ્વાસ્થ્ય રહે
હોલિકા દહનમાં ગાયના છાણા સાથે ઘઉંના બલિયાનું દહન કરવામાં આવે છે. જેથી વ્યક્તિનું આખું વર્ષ સ્વાસ્થ્ય રહે છે અને તેમની બધી ખરાબ પરેશાનીઓ અગ્નિમાં નાશ પામે છે. ત્યારે તેની રાખ ઘરમાં લાવવાથી  અને તેનું તિલક કરવાની પણ પરંપરા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ફાલ્ગુન શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. તેમને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. આ દિવસે શ્રી ચૈતન્ય મહાપ્રભુની પૂજા પણ ખૂબ જ શુભ ગણાય છે.

Topic | VTV Gujarati

હોલિકા દહન પર શું કરવું?
હોલિકા દહનના પૂજા સ્થળ પર જાઓ, અગ્નિને પ્રણામ કરો. જમીન પર પાણી રેડવું. આ પછી આગમાં ઘઉંના બલિયા અને ગાયના છાણ અને કાળા તલ નાખી હોમવા. ઓછામાં ઓછા ત્રણ વખત આગની પરિક્રમા કરો. જે પછી અગ્નિને પ્રણામ કરો અને તમારી ઇચ્છાઓ વ્યક્ત કરો. પોતાને અને તમારા પરિવારના સભ્યોને હોલિકા અગ્નિની ભસ્મથી તિલક કરો.

હોલિકા દહનનો શુભ મુહૂર્ત
હોલિકા દહન ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. હોલિકા દહન ભદ્રાના સમયગાળામાં ક્યારેય ન કરવું જોઈએ. આ વર્ષે ભદ્રકાળ પૂર્ણિમા તિથિની શરૂઆત સાથે શરૂ થશે. જે રાત્રે 10.27 સુધી ચાલશે. તમે રાત્રે 10.27 થી 12.27 સુધી હોલિકા દહન કરી શકશો.

વાંચવા જેવું:  હોળીની જ્વાળા પરથી કેવી થાય છે મોસમની આગાહી? ભદ્રા કાળને લીધે કરો આ ઉપાય

હોલિકા દહનમાં રાશિ પ્રમાણે આ વસ્તુઓ ચઢાવો
મેષ 
તમારે હોલિકામાં કાળા તલ નાખવા જોઈએ અને તમારા સ્વાસ્થ્યની સંબંધિત પ્રાર્થના કરવી જોઈએ.

વૃષભ 
તમારે હોલિકામાં મકાઈનો લાવો હોમવો અને તમારા દાંપત્ય જીવનને અંગે પ્રાર્થના કરવી જોઈએ.

મિથુન
તમે હોલિકામાં ગોળ નાખો અને તમારી નોકરીમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેને દૂર કરવા પ્રાર્થના કરો.

કર્ક
તમે હોલિકામાં અનાજની બાલિયા ચઢાવો અને તમારા મનની સમસ્યાઓ દૂર કરવા પ્રાર્થના કરો.

સિંહ
તમે હોલિકામાં ચંદન લગાવો અને તમારી નોકરી અને સ્વાસ્થ્યમાં સુધાર માટે પ્રાર્થના કરો.

કન્યા
તમારે હોલિકામાં કાળા તલ અને ગોળ હોમવો જોઈએ અને તમારી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ.

તુલા
તમારે હોલિકામાં પીળી સરસવ હોમવી જોઈએ અને તમારા અશાંત મન માટે પ્રાર્થના કરવી જોઈએ.

વૃશ્ચિક
તમારે હોલિકામાં ધાન અર્પણ કરવું જોઈએ અને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ.

ધન
તમારે હોલિકામાં મકાઈનો લાવો હોમવો જોઈએ અને તમારા પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

મકર
હોલીકા પર ઘી ચઢાવવું અને તમારા સારા સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરવી તમારા માટે શુભ રહેશે.

કુંભ
હોળીકા પર કપૂર ચઢાવવું અને તમારી સારી આર્થિક સ્થિતિ માટે પ્રાર્થના કરવી તમારા માટે શુભ રહેશે.

મીન
તમારે હોલિકામાં લાકડા હોમવા જોઈએ અને તે પછી તમારા બાળકોની પ્રગતિ અને તમારા સારા સ્વભાવ માટે પ્રાર્થના કરવી જોઈએ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ