બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ હશે, CM આજ સાંજ સુધીમાં જાહેરાત કરી શકે

મોટા સમાચાર / ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ હશે, CM આજ સાંજ સુધીમાં જાહેરાત કરી શકે

Published By: Vishal Dave

Last Updated: 03:11 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક મહિનાઓમાં અનાવૃષ્ટિ અને પ્રાકૃતિક આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે આ વિશાળ રાહત પેકેજની જાહેરાત કરશે

ગુજરાતના ખેડૂતો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવાનો છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી પૂર્ણ કરી છે. સૂત્રો અનુસાર, આ રાહત પેકેજની જાહેરાત આજ મોડી સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ પેકેજને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વિશાળ અને વ્યાપક ગણાશે. ખાસ વાત એ છે કે આ યોજના SDRF (State Disaster Response Fund)ના નિયમોને પાર જઈને ખેડૂતોને વધુ રાહત આપવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં અનાવૃષ્ટિ અને પ્રાકૃતિક આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે આ વિશાળ રાહત પેકેજની જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ હજુ વરસાદ ગયો નથી, આ વિસ્તારમાં થશે માવઠું, અંબાલાલની મોટી આગાહી

સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે કારણ કે સરકાર તરફથી મળનારી આ રાહત તેમની હાલની મુશ્કેલીઓને હળવી બનાવશે. માનવામાં આવે છે કે આ પેકેજ ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ઐતિહાસિક માઈલસ્ટો સાબિત થશે.

રાજ્યના કૃષિ મંત્રાલયના સૂત્રો અનુસાર, પેકેજની સંપૂર્ણ વિગતો અને લાભાર્થી ખેડૂતો માટેની પ્રક્રિયા અંગેની માહિતી આજ સાંજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Relief Package Crop Damage Gujarat farmers

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ