બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Himmatnagar ram navami procession attacked in muslim dominated area

શોભાયાત્રામાં હિંસા / 'હિંમતનગરમાં પૂર્વ આયોજિત કાવતરું, રામભક્તો પર પથ્થરમારો ચલાવી ન લેવાય' : સાંસદ દીપસિંહ રાઠોડ

Hiren

Last Updated: 03:38 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલે પોલીસ તંત્ર અને સરકાર એક્શનમાં આવી છે. અત્યાર સુધીમાં 39 શખ્સો વિરૂદ્ધ નામજોગ ફરીયાદ દાખલ કરાઈ છે.

  • હિંમતનગરમાં થયેલી હિંસાનો મામલો પોલીસે કરી કાર્યવાહી
  • આ પૂર્વ આયોજિત કાવતરું, અચાનક એટલા બધા પથ્થર ક્યાંથી આવ્યાઃ સાંસદ
  • કેટલાક લોકોએ અશાંતિ ફેલાવાનું કામ કર્યુઃ ધારાસભ્ય

ગઇકાલે(10-4-2022) હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારા ઉપરાંત તીક્ષણ હથિયરનો પણ ઉપયોગ થયો હતો. પથ્થરમારા વચ્ચે તીર કામઠાંનો ઉપયોગ થયો હતો. હાલ છાપરીયા વિસ્તારમાં તંગદિલી જેવો માહોલ છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે છે. સમગ્ર વિસ્તારમાં કફર્યુ જેવો માહોલ છે.

700 લોકોના ટોળા સામે ગુનો દાખલ
હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે 39 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે. તો 700 લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે. પોલીસની ટીમ પર પણ પથ્થરમારો કરાયો હતો. હુમલામાં SP સહિત 10 કરતા વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ફરિયાદને પગલે તમામની ધરપકડ થશે. આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ દેવામાં આવી છે. હાલ હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.

રામભક્તો પર પથ્થરમારો ચલાવી લેવાય નહીંઃ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ
સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે કહ્યું કે, આ પૂર્વ આયોજિત કાવતરું હતું. અચાનક એટલા બધા પથ્થર ક્યાંથી આવ્યા. પથ્થર અને હથિયાર ઘરે છુપાવી રાખ્યા હતા. રામભક્તો પર પથ્થરમારો ચલાવી લેવાય નહીં. ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે VTV ન્યૂઝે વાત કરી હતી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, શાંતિપૂર્વક રેલી યોજાઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો. આ પૂર્વઆયોજિત કાવતરું હતું.

કેટલાક લોકોએ અશાંતિ ફેલાવાનું કામ કર્યુઃ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા
હિંમતનગરમાં થયેલી હિંસા મામલે MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ આ મામલે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. કાયદો-વ્યવસ્થા બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી. આ બેઠક બાદ રાજેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, કેટલાક લોકોએ અશાંતિ ફેલાવાનું કામ કર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રને સૂચના આપી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. ગઇકાલે જ સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે. રાજેન્દ્રસિંહ ચાવડાએ ઘટનાને દુ:ખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલથી હું સતત લોકોને સમજાવી રહ્યો છું. જે લોકોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો તેના પર કાર્યવાહી કરવામાં આવે.

ગઇકાલે ખુબ જ દુઃખદ ઘટના બની છેઃ સિંધી મુસ્લિમ જમાત
હિંમતનગર સિંધી મુસ્લિમ જમાતે પોલીસ સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ સિંધી મુસ્લિમ જમાતના પ્રમુખ યુસુફ ચાંદનીવાલાએ કહ્યું કે, ગઇકાલે ખુબ જ દુઃખદ ઘટના બની છે. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી માટે રજૂઆત કરી છે. દુકાનો સળગાવાઇ અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડ્યું. હિંમતનગર શહેરમાં શાંતિ ડહોળાય નહીં તે માટે રજૂઆત કરી.

સુનિયોજિત કાવતરુ હોવાની આશંકાઃ સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્જ
હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણ બાદ સ્થિતિ કાબૂમાં છે. ત્યારે ઓલ ગુજરાત ગુરૂવંદના મંચના અધ્યક્ષે VTV સમક્ષ નિવેદન આપ્યું છે. સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્જે કહ્યું કે, શાંતિપૂર્વક યાત્રા પસાર થઈ રહી હતી. અચાનક જ લોકો પર પથ્થમારો થયો. પથ્થરમારાના કારણે લોકો ઈજાગ્રસ્ત થયા. સુનિયોજિત કાવતરુ હોવાની આશંકા. સરકારે કડક પગલા લેવાની જરૂર.

CRPF અને RAFની કંપની તૈનાત
સાબરકાંઠાના હિંમતનગરમાં CRPFની ટીમ અને RAFની 2 કંપની તૈનાત કરી દેવાય છે. શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. હાલ શહેરના છાપરિયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પેટ્રોલિંગ કરશે. અતિસંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો: DGP આશિષ ભાટીયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે બેઠક યોજી હતી. બેઠક બાદ DGP આશિષ ભાટીયાએ કહ્યું કે, હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઇ છે. બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જોડાયા હતા. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંમતનગરમાં IG કક્ષાના 2 અને SP કક્ષાના 4 અધિકારી છે. RAFની બે કંપની હિંમતનગરમાં તૈનાત કરાઇ છે. ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરાયા છે. ખંભાતમાં પણ DIG કક્ષાના અધિકારી તૈનાત કરાયા છે. ખંભાતમાં એક વ્યક્તિના મોત મામલે મર્ડરનો ગુનો નોંધાશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ