બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અન્ય જિલ્લા / himesh reshammiya visit salangpur hanumanji temple

દર્શન / સાળંગપુર ધામ પહોંચ્યો હિમેશ રેશમિયા, પરિવાર સાથે કષ્ટભંજન દાદાના કર્યાં દર્શન

Ajit Jadeja

Last Updated: 11:06 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ સાળંગપુર ખાતે બોલિવૂડના સિંગર હિમેશ રેશમિયાએ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા હતા.બે હાથ જોડીને હનુમાનજીને વંદન કર્યા

Botad News : પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે બોલિવૂડના સિંગર હિમેશ રેશમિયા પહોચ્યા હતા. સાળંગપુરધામમાં તેઓએ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા હતા.  બે હાથ જોડીને હનુમાનજીને વંદન કર્યા હતા અને તેમનું સ્મરણ કરી સારા જીવન માટે પ્રાર્થના કરી હતી. હનુમાનજી મંદિરમાં સ્વામીજી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને હાથે દોરો પણ બાંધવામાં આવ્યો હતો. હિમેશે દાદાના ચરણોમાં માથુ ટેકવ્યુ હતું. રેશમિયા સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને એક્ટર રિયાલિટી શોના જજ પણ છે.

દાદાને માથુ ટેકવ્યું

બોલિવુડના સિંગર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજનના દર્શને પહોંચ્યા હતા. હિમેશ બોલિવૂડના જાણિતા મ્યુઝિક ડિરેક્ટર છે. તેના અનેક ગીતો આજે પણ લોકોના મોઢે ગુંજી રહ્યા છે. ઝલક દીખલાજા ગીત તો એટલું જાણીતું થયુ હતું કે નાનાથી માંડી મોટા સૌ કોઇ આ ગીત ગાતા જોવા મળતા હતા. પ્રખ્યાત સિંગર હિમેશ રેશમિયા શુક્રવારના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શને આવ્યા હતા. તેઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે બાદ હિમેશ રેશમિયાએ પૂજારી સ્વામીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

પરિવાર સાથે પહેલા આવ્યા હતા

તમને જણાવી દઇએ કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. સિંગર હિમેશ રેશમિયા હનુમાન દાદા પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેઓ મુળ ગુજરાતી છે અને બે વર્ષ પહેલા પણ તેઓ સાળંગપુર ધામે પત્ની અને માતા સાથે હનુમાનજીના દર્શને આવ્યા હતા. મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી તેમજ હરિપ્રકાશ સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ કષ્ટભંજન દાદાની છબી અર્પણ કરીને બૉલિવૂડ સ્ટારનું સમ્માન કરવામાં આવ્યું હતુ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ