બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Highest rainfall of 5.5 inches in Shihore, in last 24 hours in 104 talukas

મેઘો અનરાધાર / શિહોરમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદ, છેલ્લાં 24 કલાકમાં 104 તાલુકામાં જુઓ ક્યાં કેટલો ખાબક્યો મેઘરાજા

Malay

Last Updated: 08:47 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના શિહોરમાં સવા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

  • છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ શિહોરમાં સવા 5 ઈંચ વરસાદ
  • શિહોરમાં નદી-નાળા છલકાઈ ઊઠ્યા

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરીથી ધીમી થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદની વિગત તપાસીએ તો રાજ્યના 104 તાલુકામાં ઓછી વધતી મેઘમહેર થઈ છે. ભાવનગરના શિહોરમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદની મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના પગલે શિહોરમાં નદી-નાળા છલકાઈ ઊઠ્યા છે. 

ઉમરપાડામાં નોંધાયો 4 ઈંચ વરસાદ
જ્યારે ઉમરપાડામાં 4 ઈંચ, વાલોડમાં 3.5 ઈંચ, ઉમરાળામાં 3.5 ઈંચ, કપરાડામાં સવા 3 ઈંચ, બોડેલીમાં 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, કામરેજ અને ક્વાંટમાં 2.5 ઈંચ, વ્યારા અને બારડોલીમાં 2.5 ઈંચ, ઉચ્છલમાં 2.5 ઈંચ, સોનગઢમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, ઓલપાડમાં પોણા 2 ઈંચ વરસાદ  પડી ચૂક્યો છે. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

ઝાંઝરીમાં વનરાજી ખીલી ઉઠી 
ભારે વરસાદ બાદ ખેડા-અરવલ્લીના સરહદી વિસ્તારોમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. સરહદી વિસ્તાર ઝાંઝરીમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. વાત્રક નદીમાં નવા નીર આવતા ધોધ વહેતો થયો છે. ગઈકાલે ઝાંઝરી ધોધના કુદરતી સૌંદર્યને નિહાળવા પર્યટકો ઉમટ્યાં હતા. પરિવારજનો સાથે લોકોએ સેલ્ફી અને ઊંટ સવારીની મઝા માણી હતી. ઝાંઝરી ધોધ વહેતો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં 20થી વધુ હોમગાર્ડ જવાનોને તૈનાત કરાયા છે. હોમગાર્ડ જવાનો  લોકોને ભયજનક જગ્યાએ જતા રોકી રહ્યાં છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ બન્યું છે. 

ચોમાસામાં ધોધની મજા માણવા માટે બેસ્ટ છે અમદાવાદની નજીકનું આ પ્લેસ, પ્લાન  કરી લો વનડે પિકનિક | Plan a Tour At Zanzari Waterfall near Ahmedabad in  Monsoon Season

અલદરી માતાનો ધોધ જીવંત થયો
મહીસાગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર  વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદને પગલે ખાનપુર તાલુકાનો અલદારી માતાનો ધોધ જીવંત થયો છે. આ ધોધ જીવંત થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધ જીવંત થતાં ગુજરાત સહિત અન્ય જિલ્લાના પર્યટકો ઉમટી પડ્યા હતા. 

ગાંધીનગર સંત સરોવરમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક
ગાંધીનગર સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. સાબરમતી નદી પર બનેલા સંત સરોવરમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. 

Topic | VTV Gujarati

બનાસ નદીમાં નવા નીરની આવક 
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવા દોરી સમાન બનાસ નદીમાં નવા આવ્યા છે બનાસ નદી સતત ત્રીજીવાર જીવંત બનતા બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીના પાણી દાંતીવાડા ડેમમાં જતા હોવાથી દાંતીવાડા ડેમ પણ ભરાય છે, જેના કારણે બનાસકાંઠાના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ