ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Heavy Rainfall Predicted For Mumbai Over Next 2 Days

આફત / મુંબઇમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં, 2 દિવસનું એલર્ટ જાહેર

Published By: vtvAdmin

Last Updated: 11:22 AM, 24 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકવાર ફરી માયાનગરી મુંબઇમાં આકાશમાંથી આફતનો વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે મુંબઇના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે અગાઉથી જ ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

જો આજે દિવસભર પણ વરસાદ યથાવત્ જોવા મળશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. મુંબઇ નગરપાલિકા કોર્પોરેશન (બીએમસી)એ પહેલેથી જ કર્મચારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. આવા સમયે બીએમસી ભયજનકવાળી1 જગ્યા પર ખાસ સતર્કતા રાખી રહી છે.
 


મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદથી હાલાકી જોવા મળી છે ત્યારે શાયન વિસ્તારમાં માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાયાં છે. જેના કારણે સ્થાનિક લોકોને બહાર નીકળવું મુશ્કેલ થયું છે.  મુંબઈમાં ગઈ મોડી રાતે થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે.
 


દાદરના હિંદમાતા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હિંદમાતા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતાં સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ, હવામાન વિભાગે પણ 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.

 


એટલું જ નહીં હવામાન વિભાગની આગાહી છે કે, મુંબઈમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. ચાલુ વર્ષે જુલાઈમાં મુંબઈમાં 84 ટકા વરાદ નોંધાયો છે. મુંબઈમાં જુલાઈના પહેલા જ સપ્તાહમાં 84 ટકા વરસાદ ખાબક્યો છે.

 


મુંબઇ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને પ્રશાસને યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથૌરાગઢ અને બાગેશ્વરમાં  ભારે વરસાદની ચેતવણી આપી છે.

આમ હવામાન વિભાગે ઉત્તર ભારતના દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે દેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 174 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં બિહારમાં 106 જ્યારે આસામમાં 68 લોકોના મોત થયાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai weather Forecast મુંબઇ વરસાદ rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ