બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rainfall in Banaskantha

મેઘમહેર / ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં વિકટ પરિસ્થિતિ: આબુ-અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ, ત્રણ મકાન ધરાશાયી

Khyati

Last Updated: 11:10 AM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની સેકન્ડ ઇનિંગ.. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી, બનાસકાંઠામાં રોડ રસ્તા પાણી પાણી

  • બનાસકાંઠામાં વરસાદી માહોલ
  • પાલનપુરમાં અંડરબ્રિજ પાણીમાં 
  • ડીસામાં 3 મકાનો ધરાશાયી 

ગુજરાતમાં હવામાન  વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજની જો વાત કરીએ તો મેઘરાજા બનાસકાંઠામાં મહેરબાન થયા છે.  બનાસકાંઠામાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા છે. 

બનાસકાંઠામાં મેઘમહેર 

બનાસકાંઠા જિલ્લામાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢ, ડીસા, પાલનપુર, દાંતા, વડગામ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજનો જો વરસાદ ગણીએ તો મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ સેવાઇ છે. 

પાલનપુરમાં 2 કલાકમાં 1 ઇંચ

તો આ તરફ પાલનપુર, વડગામ પંથકમાં ભારે વરસાદ પડ્યો.  વહેલી સવારે 2 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા.  તેમાં પણ  આબુ હાઈવે, ગઠામણ પાટીયા તેમજ અંબાજીને જોડતા હાઇવે પર તો પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. હાઇવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિણામે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

પાલનપુરમાં અંડરબ્રિજ પાણીમાં 

તો પાલનપુરમાં ભારે વરસાદને પગલે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.  જગાણા ખાતે આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંડરબ્રિજમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

 

નીચાણવાળા વિસ્તારો પાણીમાં

બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા.  ડીસાના રિજમેન્ટ વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં ઢીંચણસમા પાણી ઘુસી જતા રહીશો પરેશાન થયા હતા. ઘરવખરી પાણીમાં ડૂબી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.  ડીસા-રાણપુર રોડ તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

ડીસામાં 3 મકાન ધરાશાયી

આ તરફ  ડીસાના હરસોલિયા વાસમાં ભારે વરસાદને કારણે ત્રણ મકાન ધરાશાયી. ચોમાસામાં સતત વરસાદથી ગટર ઉભરાતા મકાનોને નુકસાન થવા પામ્યુ છે.  ગટર લાઈનની દિવાલ પાસે મકાન હોવાથી દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. જો કે ઘટનાને પગલે પરિવાર બેઘર થતા પરિજનોના માથે સંકટના વાદળો ઘેરાયા. મકાન પડી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યો. 

ખાડામાં ટ્રક ખાબકી

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદથી રસ્તા પાણી-પાણી થયા. ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ પર પાણી ભરાઇ જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. જેમાં એક ટ્રક પાણી ભરેલા ખાડામાં ખાબકી હોવાનું સામે આવ્યું છે.

હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. ખાડામાં ટ્રક પલટી ખાઇ જતા કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ