બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત સહિતના ચાર જીલ્લામાં અતિભારેની આગાહી, રેડ એલર્ટ જાહેર, જુઓ તમારા વિસ્તારમાં કેવો વરસાદ
Last Updated: 07:51 AM, 4 August 2024
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસની રાજ્યમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT

આજે ઉત્તર ગુજરાત સહિત અન્ય જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
તો બીજી તરફ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ તેમજ ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ADVERTISEMENT
સોમવારે ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
જ્યારે 5 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ 150ને પાર, અત્યાર સુધીમાં 66 દર્દીઓના મોત
બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
ADVERTISEMENT
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જેને લઈ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.