ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
નોંધનીય છે કે, રસ્તાઓ પર લોકોને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. મુંબઇના ઘણા ભાગોમાં ઇમારતો પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઇના રહેવાસીઓને વરસાદથી રાહત મળવાના હાલ કોઇ અણસાર નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારે પવન ફુંકાવાની સંભાવના
શુક્રવારે ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ આગાહીમાં રાજધાની અને તેના આસપાસના વિસ્તારોમાં તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિભાગના કહેવા પ્રમાણે, આગામી 4 કલાકમાં થાણે, રાયગઢ અને મુંબઇમાં 50 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત, મજબૂત ચોમાસાના પ્રવાહને લીધે, આગામી 48 કલાકમાં ઉત્તર કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
Indian Meteorological Department (IMD): Due to the strengthening of monsoon currents & formation of low pressure area over North West Bay of Bengal, rainfall intensity is very likely to increase over North Konkan during next 48 hours. pic.twitter.com/yqINSlKjAQ
— ANI (@ANI) July 26, 2019
ADVERTISEMENT
વિમાનના રૂટ ડાયવર્ટ કરાયા
ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે રાજ્યના હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના પબ્લિક રિલેશન અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે, લગભગ તમામ ઉડાન સરેરાશ અડધી કલાક ચાલી રહી છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ) ના પીઆરએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 ફ્લાઇટના રુટ ડાયવર્ઝન કરવામાં આવેલ છે.
ADVERTISEMENT

લોકોને સજાગ રહેવાની સૂચના
ADVERTISEMENT
વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ, જુલાઈ 27 થી ભારે વરસાદની આશંકાને પગલે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે આવી પરિસ્થિતિમાં જૂના માળખાઓ અથવા ઘરની દીવાલ પડવાની ઘટનાને નકારી શકાય નહીં. આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં અનેક વખત દીવાલ પડવાથી અનેક લોકો ઘાયલ થયા હતા. ઘણા લોકોએ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો