બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Heavy damage on Shivrajpur beach, BSF head quarters destroyed, darshan in temple resumes

તારાજી / શિવરાજપુર બીચ પર ભયંકર નુકસાન, BSFનું હેડ ક્વાર્ટર ધ્વસ્ત, મંદિરમાં દર્શન ફરી શરૂ: વાવાઝોડા બાદ દ્વારકામાં જુઓ કેવા છે હાલ

Vishal Khamar

Last Updated: 05:59 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડાએ દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે વાવાઝોડાની અસર ઓછી થતા જનજીવન સામાન્ય બનતા ભક્તો દ્વારકાધીશનાં દર્શન કરવા પહોંચતા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • વાવાઝોડા બાદ દ્વારકામાં જનજીવન સામાન્ય બન્યું
  • દ્વારકાધીશના દર્શન કરવા લોકો આવી રહ્યા છે દ્વારકા
  • ઓડિશાના લોકો 2 દિવસથી દ્વારકામાં ફસાયા હતા
  • ઓડિશાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા દ્વારકા

 વાવાઝોડા બાદ દ્વારકામાં જનજીવન સામાન્ય બન્યું હતું. ત્યારે દ્વારકાધીશનાં દર્શન કરવા લોકો દ્વારકા આવી રહ્યા છે. ઓડિશાથી દ્વારકા દર્શન કરવા આવેલ 2 લોકો વાવાઝોડાનાં કારણે દ્વારકામાં ફસાયા હતા. ત્યારે દ્વારકામાં વાતાવરણ સામાન્ય બનતા ઓડિશાનાં લોકોએ ભગવાનનો આભાર માન્યો હતો. ઓડિશાનાં લોકો ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા દ્વારકા આવ્યા હતા. ઓડિશાથી દ્વારકા આવ્યા બાદ  વાવાઝોડું આવતા લોકો ફસાયા હતા.

ભક્તો દર્શન કરવા ઉમટ્યા

વાવાઝોડાથી BSFના હેડ ક્વાર્ટરમાં થયું ભારે નુકસાન 
દ્વારકાના મીઠાપુરમાં વાવાઝોડાથી ભારે નુકશાન થયું છે. ત્યારે મીઠાપુર પાસે આવેલ BSF નું હેડ ક્વાર્ટર ધ્વસ્ત થયું છે. વાવાઝોડાથી BSF  હેડ ક્વાર્ટરમાં પણ ભારે નુકશાન થવા પામ્યું છે. BSFના હેડ ક્વાર્ટરની એક પણ ઓફિસ વાવાઝોડાની અસરથી બચી શકી નથી. 

મીઠાપુર પાસે આવેલ BSFનું હેડ ક્વાર્ટરને પણ વાવાઝોડામાં નુકશાન થયું

દ્વારકાના શિવરાજપુર બીચ પર ભારે નુકસાન
બિપોરજોય વાવાઝોડા બાદ દ્વારકા જીલ્લામાં ભારે નુકશાન થવા પામ્યું છે. દ્વારકાનાં શિવરાજપુર બીચ પર ભારે નુકશાન થવા પામ્યું છે. શિવરાજપુર બીચ પર આવેલા ગાર્ડનમાં પાણી ભરાયા હતા. બીચ બહાર આવેલા તમામ સ્ટોલ ધરાશાયી થયા હતા. ત્યારે સ્ટોલ ફ્રીઝ અને લારીઓનો પણ નુકશાન થવા પામ્યું છે. 

બીચ બહાર આવેલ તમામ સ્ટોલ ધરાશાયી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ