બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Heat Wave in summer beat the heat with sattu sharbat
ઉનાળામાં હીટ વેવથી બચવા માટે જરૂરી છે કે શરીરને અંદરથી હાઈડ્રેટ રાખવામાં આવે. તેના માટે માર્કેટમાં મળતા ડ્રિંક્સની જગ્યાએ ઘરે જ નેચરલ વસ્તુઓથી બનેલી ડ્રિંક્સ વધારે ફાયદાકારક માનવામાં આવે છે.
ADVERTISEMENT

આ ડ્રિંક્સ તમને હાઈડ્રેટ રાખવાની સાથે ન્યૂટ્રિએન્ટ્સથી પણ ભરપૂર હોય છે. તેનાથી સ્વાસ્થ્યને ફાયદો મળે છે. આવી જ એક પોપ્યુલર દેશી ડ્રિંક છે સત્તૂનો શરબત જે બિહારમાં ખૂબ જ પોપ્યુલર છે અને ઉત્તર પ્રદેશના ગામોમાં પણ તેને ઉનાળામાં ખૂબ જ પિવામાં આવે છે.
ADVERTISEMENT
સત્તૂનો શરબત ઉનાળામાં લૂથી બચાવવામાં મદદ કરે છે. સત્તૂ પ્રોટીનથી ભરપૂક હોય છે જેનાથી તે તમને એનર્જી પણ આપે છે અને મસલ્સ માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. જાણો સત્તૂના શરબતના ફાયદા વિશે.
સત્તૂનો શરબત બનાવવા માટે આ વસ્તુઓની પડશે જરૂર
શરબત બનાવવા માટે ઈનગ્રેડિઅન્ટ્સની વાત કરવામાં આવે તો સૌથી મેઈન ઈનગ્રેડિએન્ટ છે ચણાનો સત્તૂ (જેટલા લોકો છે તેના હિસાબથી), ફૂદીનાના પાન, 1 કે 2 લીલા મરચા, શેકેલું ઝીરૂ, બ્લેક સોલ્ટ અને લીંબૂનો રસ.
ADVERTISEMENT

આ રીતે બનાવો સત્તૂનો ચટપટો અને ખાટો શરબત
સૌથી પહેલા સત્તૂને ઠંડા પાણીમાં નાખીને શરબતના ટેક્સચરનું મિશ્રણ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે સત્તૂની ગાંઠો ના પડે. ત્યાર બાદ ફુદીનાના પાન અને લીલા મરચાને ધોઈને ઝીણા સમારીને કાપીને તેમાં એડ કરી દો. હવે તેમાં લીંબુનો રસ એડ કરો, મીઠુ, જીરાનો પાઉડર નાખીને મિક્સ કરો. ગ્લાસમાં એક આઈસ ક્યૂબ નાખીને ઠંડો ઠંડો સત્તૂનો શરબત ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો.
ADVERTISEMENT
વધુ વાંચો: નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ
સત્તૂનું સેવન કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
સત્તૂ ખૂબ જ હેવી હોય છે. માટે તેને પાણીની સાથે લેવાથી પચાવવામાં સરળતા રહે છે. પરંતુ દૂધની સાથે તેનું સેવન ન કરો. ત્યાં જ એક દિવસમાં લગભગ 100 ગ્રામ સત્તૂનું સેવન કરવું જોઈએ. જોકે તે બોડી વેટ, જરૂરત અને પાચન ક્ષમતા પર નિર્ભર કરે છે કે તમે કેટલું સત્તૂ ખાવું જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.