બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Heart attack claims one more life: Head of external department of Krishnakumarsinghji University dies

ભાવનગર / હાર્ટ એટેકે લીધો વધુ એકનો જીવ: કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના હેડનું મોત

Vishal Khamar

Last Updated: 03:54 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાં કાળનાં થોડા સમય બાદ એકાએક લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ જ રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. ત્યાં જ આજે ભાવનગર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કર્મચારીને હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.

  • ભાવનગરમાં હૃદયરોગના હુમલાથી એક યુવક મોત 
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીનું મોત 
  • સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન નીપજ્યું મોત

 ભાવનગરમાં હ્યદયરોગનાં હુમલાથી એક યુવકનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીનાં એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનાં હેડ હરેશભાઈ બારૈયાને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે હરેશભાઈ ભાવનગર શિક્ષણ સમિતિનાં સભ્ય સંજયભાઈ બારૈયાનાં ભાઈ છે. 

3 youths die of heart attack in Rajkot

રાજકોટમાં ચાર દિવસ પહેલા ત્રણ યુવાનોનાં હાર્ટ એટેકથી મોત નિપજ્યું
રાજકોટમાં  ચાર દિવસ પહેલા ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે બાદ ફરજ પરના તબીબે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.

હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા જરુરી 
તમારા શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો કે બેચેની થઇ રહી હોય તો તમારે પહેલા ડોક્ટરને સંપર્ક કરવો જોઇએ. જો તમને છાતીમાં ભાર, જકડણ, બળતરા, દુખાવો જેવી સમસ્યા હોય તો આ તમારા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ઉબકો આવે અથવા ધળકન વધે તો તમારે તરત જ પોતાની સારવાર કરાવી જોઇએ. 

એમ્બ્યુલન્સ અથવા કોઇ નજીકની વ્યક્તિને ફોન કરીને બોલાવો 
જો તમે એકલા રહેતા હોય અને તમારા શરીરમાં કોઇ પણ રીતની મુશ્કેલી અનુભવો તો એમ્બ્યુલન્સ અથવા કોઇ મિત્ર, અથવા નજીકની વ્યક્તિને બોલાવી લો. તેમની સાથે ઝડપથી ડોક્ટર પાસે જાઓ. 

જીભ નીચે Aspirin ટેબલેટ દબાવો
જીભની નીચે સોર્બિટ્રેટ એસ્પિરિન ટેબલેટ (aspirin tablet 300 mg) અથવા ક્લોપિડોગ્રેલ (Clopidogrel 300 mg)અથવા એટોરવાસ્ટેટિન (Atorvastatin 80 mg) ટેબલેટ આરામથી દબાવી રાખો. જો તમે આ વસ્તુને હાર્ટ એટેક આવવાના 30 મિનિટની અંદર કરવામાં આવે તો આનો તરત ફાયદો મળશે. એસ્પિરિન બ્લડ ક્લોટ થવાથી રોકે છે. તે સાથે જ આ આર્ટરીમાં બ્લોકેજ થવાથી પણ રોકે છે. 

સૂઇ જાઓ અને પગ નીચે તકિયો રાખી લો
હાર્ટ એટેક આવે તે દરમિયાન વધારે પેનિક થવાની સ્થિતિ ખરાબ થઇ શકે છે. બ્લડ પ્રેશરવાળા દર્દીઓ આ દરમિયાન પરસેવો અને ચક્કર આવવાની ફરિયાદ હોય છે. તેવામાં જ્યારે પણ બીપી માપી લો તો એસ્પિરિન ખાવાથી બચો. કારણ કે તેનાથી બીપી ઓછુ થઇ શકે છે. તેથી આવી સ્થિતિમાં સૌથી સારુ એ છે કે દર્દીએ આરામથી સૂઇને પગની નીચે તકિયો દબાવી લેવો. સૌથી જરુરી છે કે આ દરમિયાન ધીરેથી શ્વાસ લેવો, પંખોની નીચે અથવા બારીની સામે સુઇ જાઓ. આમ કરવાથી હૃદયને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતુ રહેશે. 

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

છાતીમાં દુખાવો અથવા બેચેની
શ્વાસની સમસ્યા
ડાબા જડબામાં દુખાવો
ઉબકા

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

સ્ત્રીઓને પીઠ ગરદન અથવા જડબામાં દુખાવો
હાર્ટબર્ન
ચક્કર, 
ઉબકા

શ્વાસની તકલીફ અને પરસેવો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ