બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / health to keep liver healthy make these changes in lifestyle and diet

હેલ્થ / જો તમે પણ લિવરને રાખવા માંગો છો હેલ્ધી, તો લાઇફસ્ટાઇલથી લઇને ડાયટમાં લાવો આ બદલાવ

Bijal Vyas

Last Updated: 04:46 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ યકૃત દિવસ(World Liver Day) દર વર્ષે 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે જેથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય અને લોકો તેમના લીવરની કાળજી લેવા માટે જાગૃત થાય..

  • લિવર સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવા 19 એપ્રિલે ઉજવાય છે વર્લ્ડ લિવર ડે
  • વધુ પડતા આલ્કોહોલનું સેવન ન કરો
  • સિગારેટનું ધૂમ્રપાન ફેફસાની સાથે લિવરમાટે પણ હાનિકારક છે

શરીરના અન્ય ભાગોની જેમ લિવરપણ આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વિશ્વ યકૃત દિવસ(World Liver Day) દર વર્ષે 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે જેથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય અને લોકો તેમના લીવરની કાળજી લેવા માટે જાગૃત થાય.

જો કે, એવું જરૂરી નથી કે આપણે હંમેશા બેદરકારીને કારણે તેના સ્વાસ્થ્યની અવગણના કરતા હોઈએ છીએ, કેટલીકવાર આપણે અજાણતા અથવા ખોટા આહારના કારણે ગંભીર પરિણામો જોઈ શકીએ છીએ. તેવામાં હેલ્ધી લિવરમેળવવા માટે આપણે આપણા આહારમાં શું ફેરફાર કરવા જોઈએ અને કઈ ટિપ્સની મદદથી આપણે આપણી જાતનું ધ્યાન રાખી શકીએ તેના વિશે જાણીએ...

Tag | VTV Gujarati

આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, તે ખોરાક હોય, આલ્કોહોલ હોય કે અન્ય કંઈપણ હોય તે શરીરમાં ઉત્પન્ન થતા ઝેર અને આંતરડા દ્વારા શોષાતા હાનિકારક પદાર્થોને નિયંત્રિત કરવા માટે મોટાભાગે યકૃત જવાબદાર છે. લિવર સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે 19મી એપ્રિલે વર્લ્ડ લિવર ડે ઉજવવામાં આવે છે, આ ખાસ અવસર પર જાણીએ કે લીવરના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે તમે લાઇફસ્ટાઇલમાં કયા ફેરફારો કરી શકાય.

લિવરને સ્વસ્થ્ય રાખવા માટે ટિપ્સઃ 
1. વધુ પડતા આલ્કોહોલનું સેવન ન કરો. આ લિવર કોષોને નુકસાન પહોંચાડે છે અને સિરોસિસમાં બળતરા પેદા કરી શકે છે, જે જીવલેણ બની શકે છે.
2. સ્વસ્થ આહાર લો અને નિયમિત કસરત કરો. વજનને નિયંત્રણમાં રાખો, જે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD)ને રોકવામાં મદદ કરી શકે છે.
3. દવાઓની કેટલીકવાર આડઅસર થઈ શકે છે, એસિટામિનોફેન અથવા સલ્ફા જેવા પેઇન કિલર લિવર માટે સમસ્યા ઊભી કરવા માટે જાણીતા છે.
4. વાયરલ હેપેટાઈટીસ એક ગંભીર રોગ છે, જે લિવરને નુકસાન પહોંચાડે છે. હેપેટાઇટિસ A રોગનું કારણ બનેલા વાયરસ ધરાવતા પાણી ખાવાથી અથવા પીવાથી સંક્રમિત થઈ શકે છે. જો આ રોગ કોઈ દેશમાં ફેલાયેલો હોય અને તમારે ત્યાં મુસાફરી કરવી પડે, તો તમે સાવધાનીના પગલાં તરીકે રસી લઇ શકો છો.
5. હેપેટાઇટિસ B અને C લોહી અને શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. તમારું જોખમ ઘટાડવા માટે, ટૂથબ્રશ, રેઝર અથવા સોય જેવી વસ્તુઓ શેર કરશો નહીં. યૌન સંબંધ દરમિયાન પ્રોટેક્શનનો પણ ઉપયોગ કરો.

સ્વસ્થ રહેવા મજબૂત લિવર છે જરૂરી; આ વસ્તુઓનું સેવન કરો અને લિવરને રાખો ફીટ  અને હેલ્ધી | Fit and healthy liver food tips


6. હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ B માટે રસી ઉપલબ્ધ છે, તેથી રસી જરુરથી લો.
7. કેટલાક સફાઈ ઉત્પાદનો અને જંતુનાશકોમાં રસાયણો હોય છે જે સીધા સંપર્ક દ્વારા તમારા યકૃતને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સાવધાની સાથે ઉપયોગ કરો.
8. સિગારેટનું ધૂમ્રપાન ફેફસાની સાથે લિવરમાટે પણ હાનિકારક છે. તેથી ધૂમ્રપાન ટાળો.
9. વધુ પડતો તણાવ લિવરમાટે હાનિકારક છે. તેથી તમારી જાતને તણાવથી દૂર રાખો અને આરામ કરવા માટે સમય કાઢો. મુસાફરી કરો કે ઝુમ્બા ક્લાસ અથવા તમારી પસંદગીનો શોખ શરૂ કરો.
10. હાઇ કેલેરી ટાયેટ, સૈચુરેટેડ ફેટ, પૈશ્ચરાઇઝ્ડ કાર્બોહાઇડ્રેટ્સ (દા.ત. સફેદ બ્રેડ, સફેદ ચોખા અને પાસ્તા) અને ખાંડ ટાળો.
11. કાચી કે ઓછી રાંધેલી માછલી ન ખાઓ. હેલ્દી અને સંતુલિત આહાર માટે ફાઇબર ખાઓ, તમે તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને ચોખાનું પણ સેવન કરી શકો છો. માંસ ખાઓ (પરંતુ લાલ માંસ મર્યાદિત કરો), ડેરી (ઓછી ચરબીવાળું દૂધ અને થોડી માત્રામાં પનીર) અને હેલ્દી ફેટ (જે મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચુરેટેડ છે, જેમ કે વનસ્પતિ તેલ, બદામ, બીજ અને માછલી) નું સેવન કરો.
12. આ બધા સાથે હાઇડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી પુષ્કળ પાણી પીવો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ