બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / health tips eating too much sprouts can cause serious diseases know what research says

ચેતજો / શું તમે પણ ફણગાવેલા અનાજને રોજ હેલ્ધી સમજીને ખાઓ છો? તો એલર્ટ, નહીં તો થશે મોટું નુકસાન, જુઓ શું કહે છે રિસર્ચ

Kishor

Last Updated: 06:45 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફણગાવેલા અનાજનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો જ તે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતા અંકુરિત કઠોળ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે. જેનું કારણ જાણીએ!

  • ફણગાવેલા અનાજ પણ હોઈ શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • ફણગાવેલા અનાજને આ રીતે ખાવું
  • રિસર્ચમાં સામેં આવ્યું ચોંકાવનારું પરિણામ

કહેવાય છે કે જેવુ અન્ન તેવુ મન. જેના અન્ન નોખા તેના મન નોખા. ખોરાક સાથે સંકળાયેલ આવી ઘણી કહેવતો સાંભળી છે. આ કહેવતો પણ 100 ટકા સાચી છે. જો આપણે શુધ્ધ અને સાત્વિક ખોરાક લઈએ તો તેની ખુબ સારી અસર આપણા મન પર પડે છે. આ સાથે જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો ફણગાવેલા અનાજનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતા અંકુરિત કઠોળ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.

benefits of eating sprouted moong

ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ઉલટી જેવી સમસ્યા માથું ઊંચકી શકે
રિસર્ચમાં સામેં આવ્યું કે કોઈ ખાદ્ય પદાર્થને રાધવામાં આવે ત્યારે વરાળને લીધે આ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. પરંતુ જો સ્પ્રાઉટ્સ કાચા ખાવામાં આવતા હોવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરતા નથી. રિપોર્ટમાં જણાવાયા અનુસાર સ્પ્રાઉટ્સમાં સૅલ્મોનેલા, લિસ્ટેરિયા મોનોસાયટોજેન્સ, સ્ટેફાયલોકોકસ, બેસિલસ સેરિયસ, એરોમોનાસ હાઇડ્રોફિલા, શિગેલા, યર્સિનિયા એન્ટરકોલિટીકા અને ઇ-કોલી જેવા બેક્ટેરિયા હોય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ઉલટી જેવી સમસ્યા માથું ઊંચકી શકે છે.

Health benefits of sprouted wheat
અમુક લોકો એવું માને છે કે ફણગાવેલા કઠોળ ખાવાથી ખુબ ફાયદો થાય છે. તો હવે આ રિસર્ચ જાણ્યા બાદ મનમાં એવી સવાલ થાય છે કે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ કે નહીં! ત્યારે જાણો ફણગાવેલા અનાજને કેવી રીતે ખાવુ જોઈએ.

ફણગાવેલા અનાજને આ રીતે ખાવું

  • ફણગાવેલા અનાજ હાનિકારક હોય તેવું રિસર્ચમાં સામે આવ્યું છે તો સૌથી પહેલા ઘરમાં સ્વચ્છ અને કેમિકલમુક્ત અનાજ અંકુરિત કરવું જોઈએ. સ્પ્રાઉટ્સ પેકેટ બજારમાંથી ન લાવવા જોઈએ.
  • અનાજને અંકુરિત કરવા માટે લાંબા સમય સુધી કપડામાં બાંધી રાખવું જોઈએ નહિ. માત્ર 5 થી 7 કલાકમાં તેમાંથી અંકુરિત થઈ જાય છે. 
  • વધુમાં હાનિકારકતાને ધ્યાને લઈને ફણગાવેલા અનાજને કાચા ખાવાને બદલે ઉકાળીને અથવા માખણમાં તળી તેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ