બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health risks caused by sleeping wearing socks

હેલ્થ / શું તમને પણ રાત્રે મોજા પહેરીને સૂઇ જવાની છે આદત? તો સાવધાન! નહીં તો થઇ જશો ઇન્ફેક્શનના શિકાર

Manisha Jogi

Last Updated: 11:41 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે મોજા પહેરીને સૂવાથી સારી ઊંઘ આવે છે. નિષ્ણાંતો અનુસાર આ પ્રકારે કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. મોજા પહેરીને સૂવાથી ઊંઘ પર સારી અસરની સાથે સાથે નકારાત્મક અસર પણ થઈ શકે છે.

  • મોજા પહેરીને સૂવાથી આરોગ્યને નુકસાન થઈ શકે
  • ઊંઘ પર નકારાત્મક અસર પણ થઈ શકે છે
  • શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે

સારી ઊંઘ આવે તે માટે ડીમ લાઈટ, સ્લો મ્યુઝીક અને વાતાવરણ શાંત હોવું જોઈએ. અનેક લોકો એવું માને છે કે, રાત્રે મોજા પહેરીને સૂવાથી સારી ઊંઘ આવે છે. નિષ્ણાંતો અનુસાર આ પ્રકારે કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. એક સ્ટડી અનુસાર રાત્રે મોજા પહેરીને સૂવાથી ઊંઘ પર સારી અસરની સાથે સાથે નકારાત્મક અસર પણ થઈ શકે છે. 

રિસર્ચ
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મોજા પહેરીને સૂવાથી ઊંઘ વધુ આવી રહી છે, અને રાત્રે ઊંઘ ઉડતી નથી. આખી રાત મોજા પહેરીને સૂવાથી શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે. ઉપરાંત ટાઈટ મોજા પહેરવાને કારણે શારીરિક સમસ્યા પણ થઈ શકે છે. 

નિષ્ણાંતો અનુસાર ડોકટરો મોજા પહેરીને સૂવાની સલાહ ના આપે ત્યાં સુધી મોજા પહેરીને ના સૂવું જોઈએ. ટાઈટ મોજા પહેરીને સૂવાતી બ્લડ ફ્લો અવરોધાઈ શકે છે. જે લોકો દરરોજ મોજા પહેરીને સૂવે છે, તેમના શરીરનું તાપમાન વધી શકે છે. મોજા ટાઈટ હોય અને હવા પસાર ના થઈ રહી હોય તો શરીરનું તાપમાન વધી જાય છે. જેના કારણે પરસેવો થાય છે અને નખમાં ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે. 

નખમાં ફંગલ ઈન્ફેક્શન
નખમાં ફંગલ ઈન્ફેક્શન નખના કિનારાથી શરૂ થાય છે અને ફેલાય છે. જેના કારણે નખ બગડી શકે છે, જાડા થઈ જાય છે અને તૂટી જાય છે. નખની આસપાસની ત્વચામાં દુખાવો અને સોજો આવે છે. જો તમે પણ મોજા પહેરીને સૂવો છો અને આ પ્રકારની સમસ્યા થઈ રહી છે, તાત્કાલિક ડોકટરની મુલાકાત લેવી જોઈએ. 

કોને વધુ ઈન્ફેક્શન થવાનું જોખમ?
મહિલાઓની સરખામણીએ પુરુષોને નખનું ઈન્ફેક્શન વધુ થાય છે. બાળકો કરતા વયસ્ક આ ઈન્ફેક્શનનો શિકાર વધુ બને છે. જો તમારા ઘરમાં કોઈને આ પ્રકારનું ઈન્ફેક્શન થતું હોય તો તમને પણ ઈન્ફેક્શન થવાની સંભાવના છે. વૃદ્ધ અને વયસ્કને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ છે. ઉંમર વધવાની સાથે નખન જાડા થવા લાગે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ