બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health news ragi jau flour types of rotis control diabetes resuces blood sugar

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસ માટે કાળ સમાન છે આ 3 પ્રકારની રોટલીઓ, શુગર પણ રહેશે કંટ્રોલમાં, જાણો અન્ય ફાયદા

Arohi

Last Updated: 09:55 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Types Of Rotis Control Diabetes: સામાન્ય રીતે ભારતમાં ઘઉંના લોટથી બનેલી રોટલી દરેક ઘરમાં બનાવાય છે. પરંતુ તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે અને આ ડાયાબિટીસ દર્દીઓના શુગરને વધારે છે.

  • ડાયાબિટીસના દર્દીઓ ખાસ રાખો ધ્યાન 
  • નહીં વધે બ્લડ શુગર લેવલ
  • ખાઓ આ લોટની રોટલી 

ડાયાબિટીસ થાય ત્યારે લોહીમાં શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવા લાગે છે. તેના કારણે પેનક્રિયાઝથી બનતા હોર્મોન ઈંસુલિનન ઓછુ બને છે. ઈંસુલિન જ ગ્લૂકોઝને અવશોષિત કરી તેને એનર્જીમાં બદલી દે છે. પરંતુ ઈંસુલિનના અભાવમાં લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધવા લાગે છે. 

આ ગ્લૂકોઝ લોહીમાં તરતુ રહે છે અને આ બ્લડ વેસલ્સમાં શરીરના અંગ અંગમાં પહોંચવા લાગે છે. તેનાથી હાર્ટ, કિડની, આંખો જેવા મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચે છે. ડાયાબિટીસમાં જ્યારે વ્યક્તિ વધારે શુગર વાળી વસ્તુઓ ખાય છે ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે. 

આ સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. ઘઉંના લોટનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે એટલે કે તેનાથી શુગરનું પ્રમાણ વધી જાય છે. તેના માટે ઘઉંના લોટના વિકલ્પમાં તમે એવા લોટની રોટલી ખાઓ જેનાથી શુગર ન વધે.

આ રોટલીઓથી ઓછુ થશે બ્લડ શુગર 
રાગીના લોટની રોટલી 

રાગી પોષકતત્વોથી ભરપુર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર રાગી ફાઈબરથી ભરપૂર હોય છે. તેના લોટની રોટલી ક્યારેય લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધવા નથી દેતી. જે લોકોને ડાયાબિટીસ નથી જે તે પણ અઠવાડિયામાં 2 -ત્રણ વખત રાગીના લોટની રોટલી ખાય છે તો તેમને પણ ડાયાબિટીસ નથી થતો. 

રાજગરાની રોટલી 
રાજગરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ડાયાબિટીસ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. એટલે કે આ શુગરને વધવા નથી દેતુ અને શરીરમાં ઓક્સીડેન્ટિવ સ્ટ્રેસને ઓછુ કરે છે. આજકાલ રાજગરો ખૂબ જ પોપ્યુલર થઈ ગયો છે. રાજગરાની રોટલીઓ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

જઉંની રોટલી 
જઉં આખા અનાજની શ્રેણીમાં આવે છે. જઉં એવું અનાજ છે જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેના સાથે જ તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. માટે આ મેટાબોલિઝમને બૂસ્ટ કરતા હોર્મોનના રિલીઝને પ્રોત્સાહન આપે છે. આ  ઈંસુલિનને વધવામાં મદદ કરે છે. જઉં લો ગ્રેડ ઈન્ફ્લામેશનને પણ ઘટાડે છે જેનાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ