બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / health news health tips for early signs and symptoms of heart failure

સાવધાન / હાર્ટ ફેલ થતા પહેલાં શરીરને મળે છે આ સંકેતો, ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા

Arohi

Last Updated: 09:28 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Signs Of Heart Failure: હાર્ટ ફેલિયરમાં હાર્ટ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે અને આ પુરતુ બ્લડ અને ઓક્સીજન પંપ નથી કરી શકતું. તેનું કારણ છે કે હાર્ટના મસલ્સ કમજોર થઈ જાય છે અને તે કામ કરવાનું બંધ કરી દે છે.

  • હાર્ટ ફેલ થતા શરીરને મળે છે આ સંકેત 
  • આવા લક્ષણો ભુલથી પણ ન કરતા ઈગ્નોર 
  • નહીં તો થઈ શકે છે મુશ્કેલી

આજકાલ ઓછી ઉંમરમાં પણ યુવાઓને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ રહી છે. તેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધારે થાય છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને ઉંઘ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ હાર્ટ સાથે જોડવામાં આવે છે. 

આ બધામાં હાર્ટ ફેલિયર ગંભીર અને જીવલેણ સમસ્યા છે. જેમાં હાર્ટ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે અને પુરતુ બ્લડ-ઓક્સીજન પંપ નથી કરી શકતું. તેના કારણે હાર્ટના મસલ્સ કમજોર થઈ જાય છે અને તે યોગ્ય રીતે કામ નથી કરી શકતા. 

આ જીવલેણ પણ હોઈ શકે છે. જો સમય રહેતા તેની જાણકારી મેળવવામાં આવે તો તેનાથી બચી પણ શકાય છે. હાર્ટ ફેલ થતા પહેલા શરીર ઘણા પ્રકારની ફરિયાદ કરે છે. જેને સમજીને હાર્ટને ફેલ થવાથી બચાવી શકાય છે. 

હાર્ટ ફેલિયરના સંકેત 
હાર્ટ બિટ વધવી 

જ્યારે હાર્ટ જોર જોરથી ધડકવાનું શરૂ કરી દે છે ત્યારે તેને હાર્ટ ફેલિયરનું એલર્ટ માનવું જોઈએ. તેને બિલકુલ ઈગ્નોર ન કરો. 

શ્વાસ લેવામાં મુશ્કેલી
શ્વાસ લેવા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ હાર્ટ ફેલિયરનું એક મોટુ લક્ષણ માનવામાં આવે છે. જ્યારે તમારૂ શરીર સારી રીતે એક્ટિવ નથી હોતું તો શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે. તેને ગંભીરતાથી લેવું જોઈએ. નહીં તો સ્થિતિ બગડી શકે છે. 

ગળામાં ખીચ ખીચ 
શ્વાસ અને ગળામાં ખીચ ખીચની સમસ્યા લાંબા સમય સુધી થવા પર અથવા ક્યારેક ખાંસીની સાથે સફેદ કે હલ્કા લાલ ગળફા આવવા પર હાર્ટ ફેલિયરનો સંકેત હોઈ શકે છે. તરત ડોક્ટરનો સંપર્ક કરો. 

વજન વધવું 
જો અચાનર શરીરનું વજન વધવા લાગે અથવા શરીરના અમુક અંગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ. કારણ કે પગ, ઘુંટણ અથવા પેટમાં સોજાની સમસ્યા હાર્ટ ફેલિયરના સંકેત હોઈ શકે છે. 

ખૂબ થાક લાગવો 
જ્યારે હાર્ટ યોગ્ય રીતે બ્લડ પંપ નથી કરતું તે બ્રેઈન સુધી બ્લડનું સપ્લાય યોગ્ય રીતે નથી થતું. એવામાં હાથ પગ કમજોર પડી શકે છે. ગંભીર સ્થિતિમાં સીડિયો ચડવા ઉતરવામાં પણ થાક અનુભવાય છે. એવામાં એલર્ટ થઈ જાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ