બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health Minister Mansukh Mandaviya's big statement on the rising cases of heart attack in Gujarat

BIG NEWS / હાર્ટ એટેકથી બચવું હોય તો કોરોના થયો હોય તેમણે બે વર્ષ સુધી મહેનત-કસરતથી બચવું: હેલ્થ મિનિસ્ટર માંડવિયાની અપીલ

Malay

Last Updated: 01:26 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statement Of Mansukh Mandaviya: રાજ્યમાં સતત વધતા હાર્ટ એટેકના કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે, સિવિયર કોવિડ થયો તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઈએ.

  • હાર્ટએટેકના વધતા કેસ મુદ્દે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
  • 'CVR કોવિડ થયો તેમને સખ્ત મહેનતથી દૂર રહેવું જોઈએ'
  • ICMR સાથેની બેઠકમાં હાર્ટ એટેકને લઈને આવ્યું છે તારણ

Heart Attack News: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જેઓને કોવિડની ગંભીર અસર થઇ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઇએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું હાર્ટ એટેકને લઈ નિવેદન
ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ICMR હમણા એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

May be an image of 1 person and text that says "GOVER VTV ગુજરાતી VTVGUJARATI.COM હાર્ટને દેલ્ધી રાખવા હેલ્થ મિનિસ્ટરની અપીલ ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના વઘતાં કેસ મુદ્ે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, MRની સ્ટડી અનુસાર જેમને સિવિયર કોવિડ (કોરોના) થયો હોય તેમણે વર્ષ સુઘી સખત મહેનત, કસરતથી બચવું જોઈએ જેથી હાર્ટએટેકથી બચી શકાય fG"

સખત મહેનત અને કસરતથી દૂર રહેવુંઃ મનસુખ માંડવિયા
તેમણે કહ્યું કે, આવા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય.  

રાજકોટમાં 12 દિવસમાં 13ના મોત

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. રાજકોટમાં 12 દિવસમાં 13 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. રાજકોટમાં 17થી 28 ઓક્ટોબર સુધીમાં 13 લોકોના હ્રદય થંભી ગયા છે. રાજકોટમાં 12 દિવસમાં વશરામ મોહનભાઇ ધંધુકિયા (ઉ.વ.45), રમેશ જેરામભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.50), સવાઇસિંહ હાલાજી સોઢા (ઉ.વ.55), જયેશભાઈ ઝાલાવડીયા (ઉ.વ.44), કંચનબેન રાજેશકુમાર સક્સેના (ઉ.વ.48), આશિષ પરષોત્તમભાઈ અકબરી (ઉ.વ.40), રણજીત ઉપેન્દ્રભાઈ યાદવ (ઉ.વ.24), ગોરધનભાઈ રાખોલીયા (ઉ.વ.45), ઘુઘાભાઇ મોહનભાઇ સારદીયા (ઉ.વ.58), ગુણવંતભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ.38), પરષોત્તમભાઇ રતિભાઇ જાદવ (ઉ.વ.53), ધીમંતકુમાર વ્યાસ (ઉ.વ.62) અને શક્તિસિંહ ઝાલા (ઉ.વ.42)નું હાર્ટ એટેકથી નિધન થયું છે. 

હાર્ટ એટેક આવ્યા પહેલા શરીરમાં થાય છે આ ફેરફાર, જો ઈગ્નોર કરશો તો આવી શકે  ગંભીર પરિણામ | early heart attack signs you must not ignore health tips

હાર્ટ એટેકના દર્દીઓમાં થયો છે વધારો 
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જે યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે.

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે  
1. કામનું પ્રેશર  

આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

4. જંક અને ફાસ્ટ ફૂડ
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ