બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health low sperm count may increase the risk of cancer in men know that expert

હેલ્થ / સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો કેન્સરનો ખતરો, સ્ટડી બાદ એક્સપર્ટ જણાવી ગંભીર કન્ડિશન

Dinesh

Last Updated: 11:18 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેને ઓલિગોસ્પર્મિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર શુક્રાણુઓની સંખ્યા 16 મિલિયન/ml કરતા ઓછી હોય તેને શુક્રાણુઓની સંખ્યા ઓછી કહેવાય છે

આપણો આહાર અને  આપણી જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર ઘણી મોટી અસર કરી શકે છે. ઉપરાંત આપણા આહારની અસર પણ આપણી ફર્ટિલિટી પર થઈ શકે છે. ખાસ કરીને પુરૂષોને વારંવાર પ્રજનન ક્ષમતા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં આ અંગે એક નવો અભ્યાસ પણ સામે આવ્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષોમાં ઓછા શુક્રાણુઓ ઉત્પન્ન થાય છે તે પરિવારમાં કેન્સરનું જોખમ વધારે છે.

550 બાળકોનો 'પિતા' હવે દાન નહીં કરી શકે સ્પર્મ, મહિલાઓએ ગંભીર ખુલાસો કરતાં  કોર્ટે લગાવ્યો પ્રતિબંધ / Ban on sperm donor who fathered 550 children,  Dutch court's decision on ...

સાંધાના કેન્સર થવાનું જોખમ વધુ
સ્પર્મ (એઝોસ્પર્મિક) વગરના પુરૂષો ધરાવતા પરિવારોમાં હાડકા અને સાંધાના કેન્સર થવાનું જોખમ 156 ટકા વધી જાય છે. જ્યારે લસિકા, સોફ્ટ ટીશ્યુ અને થાઈરોઈડ કેન્સર થવાનું જોખમ અનુક્રમે 60, 56 અને 54 ટકા વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકર્તાઓ જણાવ્યા અનુસાર, નબળી પ્રજનન ક્ષમતા ધરાવતા પુરૂષોના પરિવારોમાં કેન્સરના જોખમની ઘણી પેટર્ન જોવા મળી છે.

શુક્રાણુઓની સંખ્યા ?
યુટા યુનિવર્સિટીના સંશોધકર્તા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષો સીમન મિલીલીટર દીઠ 1.5 મિલિયન કરતા ઓછા શુક્રાણુઓની સંખ્યા ધરાવતા હતા તેઓમાં હાડકા અને સાંધાના કેન્સરનું જોખમ 143 ટકા વધુ. ટેસ્ટિક્યુલર કેન્સરનું જોખમ 134 ટકા વધી ગયું હતું. પુરુષોમાં ટેસ્ટીકુલર કેન્સર  સૌથી સામાન્ય છે અને શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેવા પુરૂષોમાં આ પ્રકારનું કેન્સર થવાનું જોખમ વધુ જોવા મળ્યું છે. વધુમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા અને પ્રોસ્ટેટ કેન્સર જેવા અન્ય પ્રકારના કેન્સરનું પણ જોખમ હોય છે. 

આ બીમારી થવાનું કારણ
આ અંગે ડોક્ટરનું કહેવું છે કે, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેને ઓલિગોસ્પર્મિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર શુક્રાણુઓની સંખ્યા 16 મિલિયન/ml કરતા ઓછી હોય તેને શુક્રાણુઓની સંખ્યા ઓછી કહેવાય છે. વેરીકોસેલ એટલે કે માણસના અંડકોશમાં નસોનું વિસ્તરણ, હોર્મોનલ અસંતુલન, વધુ પડતું ધૂમ્રપાન, દારૂ પીવો, દવાઓનો ઉપયોગ અને સ્થૂળતા, ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, સર્જરી અથવા ચેપ અને મોબાઈલ અથવા લેપટોપનો વધુ ઉપયોગ ઓલિગોસ્પર્મિયાનું કારણ બની શકે છે.

વાંચવા જેવું: કાઠિયાવાડી દીકરી USમાં લડશે સેનેટની ચૂંટણી, પાર્ટીએ આપી મંજૂરી, દાદાની પેનથી લખાયું ભારતનું બંધારણ

ઓલિગોસ્પર્મિયાની પીડિત અંગેની માહિતી ક્યાંથી મળે
ડૉક્ટરે જણાવ્યું કે એવા કોઈ બાહ્ય લક્ષણો નથી જે સૂચવે છે કે વ્યક્તિ ઓલિગોસ્પર્મિયાથી પીડિત છે અથવા તેના શુક્રાણુઓની સંખ્યા ઓછી છે. જો કે, સ્ખલન દરમિયાન વીર્યનું ઓછું પ્રમાણ, પાણીયુક્ત વીર્ય, અંડકોશમાં દુખાવો અથવા સોજો, વારંવાર શ્વસન ચેપ અને પુરુષોમાં સ્તન પેશીઓનું વિસ્તરણ, જેને ગાયનેકોમાસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે, જે તેના ઓલિગોસ્પર્મિયા સૂચવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ