બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Health insaurance company will pay for cashlesss treatment in any hospital of India

BIG NEWS / હેલ્થ ઈન્શ્યોરન્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય: કોઈ પણ હોસ્પિટલમાં મળશે આ સુવિધા

Vaidehi

Last Updated: 01:59 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી દિવસ છે. જનરલ ઈંશ્યોરેંસ કાઉંસિલે ગ્રાહકોનાં હિસમાં મોટો નિર્ણય લીધો છે કે હવેથી કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકે. અત્યારે જ જાણી લેજો નિયમો.

  • હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે મોટો દિવસ
  • કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મેળવી શકાશે
  • વીમા કંપનીનાં નેટવર્કમાં ન હોય તેવી હોસ્પિટલમાં પણ ઈલાજ શક્ય

હેલ્થ ઈંશ્યોરેંસ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઈંશ્યોરેંસ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. જનરલ ઈંશ્યોરેંસ કાઉંસિલે પોલિસી હોલ્ડર્સનાં હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉંસિલે જનરલ અને હેલ્થ ઈંશ્યોરેંસ કંપનીઓની સાથે વાતચીત બાદ CASHLESS EVERYWHERE ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા આપવા પર સહમતિ અપાઈ છે.

હજુ સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા લઈ શકતાં હતાં જે વીમા કંપનીનાં નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીની સામે રીમબર્શમેંટ કરી શકતો હતો. તેમાં મુશ્કેલી એ હતી કે જો વ્યક્તિની પાસે ઈલાજ માટે પૈસા નથી તો તેને આ વીમાનો ફાયદો પણ નહોતો મળતો.

શું છે નવા નિયમો?
કેશલેસ એવરીવેર ઝૂંબેશ અંતર્ગત વીમાધારક એ હોસ્પિટલમાં પણ કેશલેસ ઈલાજ કરી શકશે જે કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી. તમારી વીમા કંપની એ વાત માટે બંધાયેલી રહેશે કે તે કોઈપણ હોસ્પિટલમાં તમારા ઈલાજ માટે ચૂકવણી કરે પછી તે હોસ્પિટલ તેમના નેટવર્કમાં આવતી હોય કે ન આવતી હોય.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

  • જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવવો છે જે કંપનીનાં નેટવર્કમાં નથી તો તેના 48 કલાક પહેલા વીમા કંપનીને આ અંગે જાણકારી આપવી પડશે.
  • જો કોઈ ઈમરજેન્સીમાં ઈલાજ કરાવવો હોય તો આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થયાનાં 48 કલાકની અંદર તમારી વીમા કંપનીને તમારે જાણકારી આપવી પડશે.
  • કેશલેસ ઈલાજની સુવિધા કંપનીની તરફથી આપવામાં આવેલ પોલિસીમાં લખવામાં આવેલ નિયમો અનુસાર થશે. નવા નિયમની જૂના નિયમો પર કોઈ અસર થશે નહીં.
  • 15 થી વધુ બેડની સુવિધા ધરાવતી અને સ્ટેટ હેલ્થ ઓથોરિટીમાં નોંધાયેલ હોય તેવી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મેળવી શકાશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ