બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Benefits Of Adulsa Leaves During Winter Season

હેલ્થ ટિપ્સ / કુદરતની ભેટ સમાન આ પાન શિયાળામાં શરદી-ઉધરસ સિવાય શ્વાસ સંબંધી સમસ્યાને પણ કરે છે દૂર, જાણો અન્ય ફાયદા

Pooja Khunti

Last Updated: 04:30 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી કફ-શરદી 1-2 દિવસની અંદર થશે દૂર. અરડૂસીના પાનના સેવનથી હાઇ બ્લડ પ્રેશર તેમજ અનેક બિમારીઓથી રાહત મળી શકે છે.

  • શિયાળામાં અરડૂસીના પાનનું સેવન 
  • શ્વાસ સબંધી સમસ્યામાં રાહત આપે 
  • સાંધાના દુ:ખાવાથી મેળવો છુટકારો 

આ પાન ખરેખર અમૃત સમાન છે. તેને કુદરતની અમૂલ્ય ભેટ કહેવામાં કોઈ નવાઈ નથી. આ પાનના સેવનથી તમે કફ-શરદી, ઉધરસ, રક્તપિત, વાયરલ તાવ, ટીબી હાઇ બ્લડ પ્રેશર સહિતની અનેક બીમારીઓને દૂર કરી શકો છો. ખૂબ જ ફાયદાકારક આ છોડનું નામ અરડૂસી છે. અરડૂસીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમકે યડૂસ, અરૂસ, બાકસ, બિરસોટા, રૂસા, અરુશા, અને યડૂસા પણ કહેવામાં આવે છે. 

  • અરડૂસીના પાનના ફાયદા

ફેફસાંને સાફ કરે છે અને શ્વાસ સંબંધી સમસ્યાથી રાહત આપે છે. 
અરડૂસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેની સાથે તે એન્ટી-સેપ્ટિક પણ છે. તેથી તે ફેફસામાં પડેલી તમામ પ્રકારની ગંદકીને સાફ કરે છે. અરડૂસીના પાનથી શ્વાસ સંબંધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. અરડૂસીના પાનમાં વેસીન નામનું તત્વ જોવા મળે છે. જે શ્વાસ માર્ગને પહોળો કરે છે. એટલું જ નહીં પણ તે ફેફસાને જોડતા શ્વાસ માર્ગમાં સોજાને પણ ઓછું કરે છે. જેથી અરડૂસીના પાનનું સેવન કરવાથી બંધ નાક તરત જ ખૂલી જશે. અરડૂસીના પાન ગળામાં દુ:ખાવો, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. 

શરદી અને ઉધરસમાં રાહત આપે 
અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી કફ-શરદી અને ઉધરસ 1-2 દિવસની અંદર દૂર થઈ જશે. અરડૂસીના પાનનું સેવન બંધ નાકને તરત જ ખોલવામાં મદદરૂપ થાય છે. અરડૂસીના પાનની ચા બનાવીને પણ સેવન કરી શકો. 

હાઇ બીપીને કંટ્રોલ કરે 
અરડૂસીના પાનના સેવનથી હાઇ બ્લડ પ્રેશરથી રાહત મળે છે. તે બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. લોહીને શુધ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. અરડૂસીના પાનમાં એન્ટી-ફાઈબ્રિનલિટિક ગુણ મળે છે જે હાર્ટ બ્લોકને આગળ વધતા અટકાવે છે.

માથાના દુખાવામાં રાહત આપે 
અરડૂસીના ફૂલથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે. અરડૂસીના ફૂલનો ઉપયોગ ગોળ સાથે કરી શકાય છે. જેનાથી થાક અને માથાના દુખાવાથી રાહત મળે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે 
અરડૂસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેથી તે સાંધાના દુખાવામાં રાહત આપે છે. ઘુંટણનો દુખાવો હોય કે સોજો, તેને ઓછો કરવા માટે અરડૂસીના પાનનું સેવન કરવું જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ