બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / health air pollution increases the risk of heart attack know who is at higher risk

Heart Attack / વાયુ પ્રદૂષણથી હાર્ટ એટેકનું જોખમ, જાણો કોને સૌથી વધુ જોખમ અને તેનાથી કેવી રીતે બચીને રહેવું

Manisha Jogi

Last Updated: 06:40 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયુ પ્રદૂષણને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને ઈર્રેગ્યુલર હાર્ટ રિથમ ટ્રિગર થઈ શકે છે. આ તમામ તકલીફથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વાયુ પ્રદૂષણને કારણે હાર્ટ એટેકનું જોખમ
  • બદલાતી લાઈફસ્ટાઈલના કારણે લોકો હ્રદયરોગનો શિકાર થઈ રહ્યા છે
  • હ્રદયરોગથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનની આદતોમાં ફેરફાર થવાને કારણે લોકો અનેક સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. હાલના સમયમાં અનેક લોકો હ્રદયરોગથી પીડાઈ રહ્યા છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે, જેમાં લોહીના ગઠ્ઠા થવા લાગે છે, જેના કારણે બ્લડ ફ્લો અટકી જાય છે અને હાર્ટ ટિશ્યૂઝમાં ઓક્સિજનની કમી થવા લાગે છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને ઈર્રેગ્યુલર હાર્ટ રિથમ ટ્રિગર થઈ શકે છે. આ તમામ તકલીફથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વાયુ પ્રદૂષણ શા માટે જોખમી છે?
સતત પ્રદૂષણ વધવાને કારણે આરોગ્ય પર અસર થાય છે. વાયુ પ્રદૂષણને કારણે હાર્ટની લોહીને પંપ કરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. 

કોને સૌથી વધુ જોખમ રહે છે?

  • હાર્ટ એટેક, એનજાઈના, બાઈપાસ સર્જરી, સ્ટ્રોક, ગરદન અને પગની આર્ટરીઝમાં તકલીફ, હાર્ટ ફેલિયર, ડાયાબિટીસ અથવા ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ ધરાવતા લોકોને હ્રદયરોગનું વધુ જોખમ રહે છે. 
  • 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષ અને 55 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને લોકોને હ્રદયરોગનું વધુ જોખમ છે. 
  • પરિવારમાં સ્ટ્રોક અથવા હાર્ટ ડિસીઝની હિસ્ટ્રી હોય, હાઈ બ્લડપ્રેશર અથવા હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા હોય તો હ્રદયરોગનું વધુ જોખમ છે. 
  • વજન વધુ હોય અને ફિઝીકલી એક્ટીવ ના હોય, સીગારેટ પીતા હોય તો હ્રદયરોગનું જોખમ રહે છે. 

સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ-

  • હ્રદયરોગની બિમારી હોય, સ્ટ્રોક આવ્યો હોય તો વાયુ પ્રદૂષણથી બચવા માટે ડોકટરની સલાહ લેવી. 
  • હ્રદયરોગ અથવા સ્ટ્રોકનું જોખમ હોય અને કસરત કરવાનું વિચારી રહ્યા છો, તો ડોકટરની સલાહ લેવી. 
  • હાર્ટ હેલ્ધી રહે તે માટે સંતુલિત આહારનું સેવન કરવું.
  • લાઈફસ્ટાઈલમાં યોગ્ય ફેરફાર કરીને હાર્ટ એટેકથી બચી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ