બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / He who has no one is his brother.!, God took with one hand and gave with the other hand.

બોટાદ / VIDEO : જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે.!, ભગવાને એક હાથે લીધું અને બીજા હાથે દીધું આને કે'વાય

Vishal Khamar

Last Updated: 06:56 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના ગઢડા શહેરમાં રહેતી એક મહિલા છેલ્લા 7 વર્ષ પહેલા પડી જતા તેઓ પથારીવશ છે. આ બાબતની જાણ ખજુરભાઈને થતા તેઓ ગઢડા આવી પહોંચ્યા હતા. અને મહિલાને એર કુલર, એર ગાદલા સહિતની ચીજ વસ્તુઓ આપી હતી.

  • ગઢડામાં 51 વર્ષીય મહિલાની વ્હારે આવ્યા ખજૂરભાઈ
  • મહિલા છેલ્લા 7 વર્ષથી પથારીવશ છે
  • ખજુરભાઈએ મહિલાને એર કુલર,એર ગાદલું આપ્યું

ગઢડા શહેરમા રહેતી ૫૧ વર્ષના મહિલાની વ્હારે યૂટ્યૂબર ખજુરભાઈ આવ્યા હતા. આશાબેન શેખ નામની મહિલા છેલ્લા ૭ વર્ષથી માંદગીના ખાટલે છે. જે ખજુરભાઈ ને ખબર પડતાં ગઢડા દોડીઆવી મહિલાને એર કુલર તેમજ એર ગાદલું આપી તેને મકાન બનાવવાની ખાત્રી આપી હતી. જ્યારે ખજુરભાઈ ગઢડામા આવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

માતા પિતા અને ભાઈનું નિધન થતા હાલ તે એકલા જ રહે છે
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ કે જેઓ ૭ વર્ષ પહેલા પડી જતા તેને મણકા તુટી ગયેલ અને પેરેલીસીસ થયેલ છે. જેથી તેઓ માંદગીની પથારીમાં હતા. આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરીને ઉપર બાંધીને તે બેસતાં હતાં. આમ સાત વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ તેમના માતા પિતા અને ભાઈનું નિધન થતા હાલ તે એકલા જ રહે છે. 

ખજૂર ભાઈએ સારવાર કરાવવાની ખાત્રી આપી
આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગી હતી. પરંતુ ક્યાંયથી મદદ મળી ન હતી અને આખરે આશાબેને ખજુરભાઈને ફોન કરતા ખજુરભાઈ ગઢડા દોડી આવ્યા હતા. અને તેણે આશાબેનને એર કુલર,એર ગાદલું આપ્યું હતું અને આશાબેનને જમાડ્યા હતા અને તેને મકાન બનાવી દેવાની તેમજ તેમને સારવાર કરાવવાની ખાત્રી આપી હતી. 

ખજુરભાઈ એટલે કે નિતીન જાની ગઢડા આવ્યા છે. તે સમાચાર મળતાની સાથે ખજુરભાઈ ના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સતત ત્રણ કલાક સુધી રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ