બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / HC On Right To Marriage: Everyone Has Right To Choose Life Partner Irrespective Of Faith & Religion, Says Delhi High Court

લાવો હવે 'પસંદગીનું પાત્ર' / HCનો મોટો ચુકાદો, દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, ધર્મ આડે ન આવી શકે

Hiralal

Last Updated: 04:44 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા એવું કહ્યું કે દરેકને પોતાનો મનગમતો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે પછી ભલેને તેમનો ધર્મ અલગ અલગ હોય.

  • પુખ્ત વયની વ્યક્તિ પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરી શકે
  • દિલ્હી હાઈકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો
  • અલગ અલગ ધર્મ જીવનસાથી પસંદગીની આડે ન આવી શકે

જીવનસાથી પસંદ કરવાનો વ્યક્તિનો અધિકાર આસ્થા અને ધર્મની બાબતો સુધી મર્યાદિત ન હોઈ શકે, એમ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર એ "માનવીય સ્વતંત્રતા" છે અને જ્યારે તેમાં પુખ્ત વયના લોકોની સંમતિ સામેલ હોય, ત્યારે તે રાજ્ય, સમાજ અથવા માતાપિતા દ્વારા નક્કી થવી જોઈએ નહીં. જસ્ટીસ સૌરભ બેનર્જીએ મહિલાના પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા દંપતીને સુરક્ષા આપ્યા બાદ આ ટિપ્પણી કરવામાં આવી છે.

હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો 
આર્ટિકલ 21 મુજબ, પુખ્ત દંપતીએ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ વિશેષ લગ્ન અધિનિયમ, 1954 હેઠળ લગ્ન કર્યા હતા, જેના કારણે તેમને ધમકીઓ મળતી રહી હતી. કોર્ટે કહ્યું કે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણની કલમ 21નો અભિન્ન ભાગ છે, જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની બાંયધરી આપે છે. તેમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે વ્યક્તિગત પસંદગીઓ, ખાસ કરીને લગ્નની બાબતોમાં, કલમ 21 હેઠળ સુરક્ષિત છે. જસ્ટિસ બેનર્જીએ કહ્યું કે મહિલાના માતાપિતા દંપતીના જીવન અને સ્વતંત્રતાને જોખમમાં મૂકી શકતા નથી. તેમણે કહ્યું કે તેમને તેમના વ્યક્તિગત નિર્ણયો અને પસંદગીઓ માટે સામાજિક મંજૂરીની જરૂર નથી. કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ દંપતીને બીટ કોન્સ્ટેબલ અને એસએચઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે. 

શું હતો કેસ
આ કેસમાં માતાપિતાની ઈચ્છા વિરૃદ્ધ લગ્ન કરનાર છોકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જે પછી તેણે કોર્ટમાં અરજી કરીને રક્ષણ માગ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે દરેકને પોતાનો ઈચ્છિત જીવનસાથી પસંદ કરવાનો હક છે, પછી ભલે તેમનો ધર્મ અલગ અલગ હોય અને જીવનસાથી પસંદગીમાં સમાજ, માતાપિતા આડે ન આવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ