બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harshad Vasava's serious allegations against BJP President Ghanshyam Patel

આવેદન / ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરૂદ્ધ હર્ષદ વસાવાના ગંભીર આક્ષેપ, કહ્યું 'સુગર ફેક્ટરીમાં મળતીયાઓને ઊંચી પોસ્ટ પર....'

Malay

Last Updated: 03:31 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada News: નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, જો 30 દિવસમાં જવાબ નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી.

  • ભાજપના પૂર્વ ધારાસભ્યનો ગંભીર આક્ષેપ
  • નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે જ આક્ષેપ
  • સુગર ફેક્ટરી, ડેરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર!
  • સુગર ફેક્ટરી, ડેરીમાં ચાલે છે પોલંપોલ!

Narmada News: નર્મદા જિલ્લામાં રોજગારી માટે માત્ર નર્મદા સુગર ફેક્ટરી આવેલી છે, નર્મદા સુગર ફેક્ટરી થકી નર્મદા જિલ્લાના ખેડૂતો પગભર થયા છે. ત્યારે નર્મદા સુગર ફેક્ટરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા આક્ષેપ કર્યો છે. હર્ષદ વસાવાએ સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ગાંધી ચોકથી રેલી કાઢી નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને 30 દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મહત્વનું છે કે હર્ષદ વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

નર્મદા સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારઃ હર્ષદ વસાવા
હર્ષદ વસાવા આક્ષેપ કર્યો છે કે, નર્મદા સુગર ફેક્ટરીના આદિવાસીઓના શેર મો માથા વગરના લોકોને વેચી દીધા છે, ઘનશ્યામ પટેલે તેમના મળતીયાઓનું કાર્યક્ષેત્રની બહારનું વાવેતર લાવીને તેમને ફાયદો કરાવ્યો છે, સુગર ફેક્ટરીમાં તેમના મળતીયાઓને ઊંચી પોસ્ટ પર નોકરીઓ આપી દીધી છે, દુધધારા ડેરી ભરૂચમાં પાટિયા મંડળીઓ બનાવીને દૂધ બારોબાર વેચી મારે છે અને બહારથી બનાવટી દૂધ લાવીને ભ્રષ્ટાચાર કર્યો છે. 

'ઘનશ્યામ પટેલે કર્યો ભ્રષ્ટાચાર'
ઘનશ્યામ પટેલ કે જે નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેમણે તેમના દીકરાને સુગર ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટના કામો આપ્યા છે, જ્યારે હાલમાં ચાલી રહેલા 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમમાં જે શિલાફલક બનાવવામાં આવ્યા છે. તે કામ પણ મનરેગા અંતર્ગત લઈને ભ્રષ્ટાચાર આદર્યાનો આક્ષેપ હર્ષદ વસાવાએ કર્યો છે.

હર્ષદ વસાવાની ઘનશ્યામ પટેલને ખુલ્લી ચેલેન્જ
હાલમાં જ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મનરેગામાં ટેન્ડરો લીધા છે, જ્યારે દાહોદથી એમના વેવાઇને બોલાવીને પણ બીજા તાલુકાઓમાં ટેન્ડરો લઈ લીધા છે. હર્ષદ વસાવાએ ઘનશ્યામ પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જાહેરમાં આવો અને અમારા સવાલોના જવાબો આપો. હર્ષદ વસાવાએ કહ્યું કે, નર્મદા જિલ્લામાં એક નંબરના ભ્રષ્ટાચારી માણસ ઘનશ્યામ પટેલ છે. 

હર્ષદ વસાવાના આક્ષેપ શું છે?
- હર્ષદ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સામે આક્ષેપ કર્યા
- ઘનશ્યામ પટેલ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન છે
- સુગર ફેક્ટરીના આદિવાસીઓના શેર બોગસ લોકોને વેચી માર્યા
- સુગર ફેક્ટરીમાં મળતીયાઓને ઉંચી પોસ્ટ ઉપર નોકરી આપી દીધી
- ઘનશ્યામ પટેલે તેના દીકરાને સુગર ફેક્ટરીના કોન્ટ્રાક્ટના કામ આપ્યા
- દૂધધારા ડેરીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપ
- દૂધધારા ડેરીમાં પાટીયા મંડળીઓ બનાવી ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ
- બહારથી દૂધ લાવીને ડેરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ