બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harshad Ribadiya's big statement regarding money offer after bjp join

રાજકારણ / ભાજપ નહીં, કોંગ્રેસ નેતાઓએ જ 40 કરોડની ઑફર કરી હતી: કેસરિયો ખેસ પહેરતા જ રિબડિયાના સૂર બદલાયા

Dhruv

Last Updated: 03:06 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હર્ષદ રિબડીયાએ કેસરિયો ધારણ કર્યા બાદ VTV સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા કહ્યું કે, 'હું ભાજપનો એક સૈનિક બનીને રહીશ, મને અમારા જ બે જણે ઓફર કરી હતી.'

  • હર્ષદ રિબડીયાની VTV સાથે એક્સક્લુઝિવ વાતચીત
  • ભાજપે મને કોઈ ઓફર નથી કરી: હર્ષદ રિબડીયા
  • મને ઓફર કરવાવાળા અમારી જ પાર્ટીના: હર્ષદ રિબડીયા

વિસાવદરના કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપ્યા બાદ આજે પોતાના સમર્થકો સાથે હર્ષદ રિબડીયાએ કેસરિયા કરી લીધા છે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રિબડીયાએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ રૂપિયાની ઑફર અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, 'ભાજપે મને કોઈ ઓફર નથી કરી.'

પહેલા અમે ફક્ત વિરોધ જ કરતા હતા: રિબડીયા

વધુમાં કોંગ્રેસમાં હતા ત્યારે આક્રમક થઇને તેઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવતા. ત્યારે આ મામલે તેઓએ નિવેદન આપતા કહ્યું કે, 'અવાજ કોઇ દબાયો નથી. પહેલા અમે ફક્ત વિરોધ જ કરતા હતા. કોઇ પણ બાબતમાં અમે વિરોધ જ કરતા હતા. ક્યારેક સારું કામ થાય તો પણ અમે વિરોધ કરતા, પણ આજે કોઇ અવાજ દબાયો હોય અને ખેડૂતો માટે જ્યારે સરકારમાં સૂચન કરવાનું આવશે ત્યારે એ ખેડૂતોને ન્યાય કેમ અપાવવો એની માટે હું ખૂબ મહેનત કરીશ.'

કોંગ્રેસ પાર્ટી દિશાહીન પાર્ટી થઇ ગઇ છે: રિબડીયા

ભાજપમાં જોડાવવા મુદ્દે તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસ થોડી દિશાહીન થઇ છે, અહીં બીજી પાર્ટીઓની પણ સભા થાય પરંતુ કોંગ્રેસના એક પણ આગેવાનો અહીં આવ્યા નહીં. અહીંયા ચૂંટણી છે અને પદયાત્રા દક્ષિણ ભારતમાં કાઢવામાં આવે. મને એમ થયું કે, આ પાર્ટી દિશાહીન પાર્ટી થઇ ગઇ છે અને મારા કાર્યકર્તા આગેવાનોએ બે દિવસ અગાઉ નક્કી કર્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબ જે દેશના વિકાસની યાત્રા લઇને નીકળ્યા છે. આજે આપણા ગુજરાતમાં ખૂબ સારો એવો વિકાસ થયો છે એટલા માટે હું એનાથી પ્રેરાઇને આજે ભાજપમાં જોડાયો છું.'

હું ક્યાંય એવું નથી બોલ્યો કે ભાજપે મને ઓફર કરી: રિબડીયા

રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે જ્યારે ક્રોસ વોટિંગ થયા હતા ત્યારે તેમાં આવેલા નામ અંગે તેઓએ જણાવ્યું કે, 'હું આજે પણ કહું છું કે હું જે પાર્ટીમાં હોઉં તેમાં વફાદારીથી રહું છું. મે ત્યારે પણ કહ્યું હતું કે મે ક્રોસ વોટિંગ નથી કર્યું. મે તુરંત નિવેદન પણ આપ્યું હતું.' તદુપરાંત 40 કરોડની ઓફર અંગેના વીડિયો મામલે નિવેદન આપતા કહ્યું કે, 'એવાં હજુ અનેક વીડિયો હશે, પણ તમે એ વીડિયોમાં જોજો કે હું ક્યાંય એવું નથી બોલ્યો કે ભાજપે મને ઓફર કરી. મને જે ઓફર કરવામાં આવી હતી, એ વખતે અહેમદભાઇ અમારા રાજ્યસભાની ચૂંટણી લડતા હતા. ત્યારે અમારી પાર્ટીના જ બે જણા તેમના મળતિયાઓને મારી પાસે મોકલતા હતા. પછી મને વિચાર આવ્યો કે, આ અમારી પાર્ટીનો જ માણસ કેમ મને ઓફર કરે છે. સામેની પાર્ટીએ કરવા જોઇએ. મે વિચાર્યું કે, આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ થાય, તેઓ અહેદભાઇને હરાવવા ઇચ્છતા હતા. હું ત્યાંથી નીકળું જાઉં એટલે એક સીટ ઘટી જાય એટલે આ હારી જાય. એટલે મે કીધું કે હું ખેડૂતનો દીકરો છું, હું છાશ ને રોટલો ખાઇ લઉં, પણ હું ક્યારેય પૈસાથી ફૂટું નહીં. મને ઓફર કરવાવાળા જે નામ છે તેમાંથી એક મૃત્યુ પામ્યા છે અને એક જીવે છે. પણ હું સમય આવશે એટલે તેમના નામ જરૂરથી કહીશ. ભાજપ મને જે જવાબદારી સોંપશે તેને હું નિભાવીશ. ચૂંટણી લડવાનું કહેશે તો ચૂંટણી લડીશું નહીંતર ચૂંટણી પ્રચાર કરીશું. કિરીટભાઈ પટેલ (જિલ્લા પ્રમુખ) ને ટિકિટ આપશે તો તેમના માટે પણ હું ચૂંટણી પ્રચાર કરીશ. હું ભાજપનો એક સૈનિક બનીને રહીશ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ