બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Harsh Sanghvi made a statement in Gandhinagar regarding the road accident

ટ્રાફિક નિયમ / 'આઝાદીનો મતલબ એ નથી કે દીકરાને રેસિંગ કાર છૂટથી ચલાવવા દો' રોડ અકસ્માત અંગે હર્ષ સંઘવીની માતા-પિતાને ચેતવણી

Kishor

Last Updated: 11:24 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરી માટી મેંરા દેશ અભિયાનના ભાગરુપે ગાંધીનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ અકસ્માત અંગે નિવેદન આપ્યું હતું.

  • રોડ અકસ્માતને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
  • આઝાદીનો મતલબ એ નથી  કે તમારા સંતાનોને મોંઘા બાઇક કે ગાડી અપાવો
  • આઝાદીનો મતલબએ નથી કે પુત્રોને રેસિંગ કાર છૂટથી ચલાવા દો

અમદાવાદના તથ્યકાંડ બાદ સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. નબીરાઓ અથવા પીધેલી હાલતમાં નીકળતા વાહનચાલકો બેફામ બનીને આડેધડ વાહનો ચલાવે છે. જેને લઈને લોકોના જીવ જોખમમાં મૂકાઇ છે. આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં મેરી માટે મેરા દેશ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ બનેલા વાહન ચાલકો પર લગામ કસવા કહ્યું હતું.

આપડી ફરજ છે કે બાળકોને ટ્રાફિકના નિયમોનુ જ્ઞાન આપો

રોડ પર વધતા અકસ્માતને લઇને ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આજે આખો દેશ આઝાદીનો અમૃત કાળ ઉજવી રહ્યો છે. તો આઝાદીનો મતલબએ નથી કે તમે તમારા સંતાનોને મોંઘા બાઇક અને ગાડી અપાવો. આઝાદીનો મતલબ એ નથી કે દીકરાને રેસિંગ કાર છૂટથી ચલાવવા દો. પરંતુ આઝાદી સમયે ઘડવામાં આવ્યાએ કાયદા ગુણ પણ આપવા જોઈએ.

હર્ષ સંઘવીએ કહ્યું કે આપણી ફરજ છે કે બાળકોને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપો. જેથી તે કોઈની ઝીંદગી ન જોખમમાં મૂકી શકે! "બાળકોને નિયમ સમજાવો કે જીવો અને જીવવા દો. વધુમાં બાળકો જો કોઈ વાત ગણકારતા નથી તો તેને આકરા શબ્દોમાં સમજાવવાની જવાબદારી પણ  તમારી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ