બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Harpal Randhawa, Indian owner and son of mining company RioZim killed in plane crash in Zimbabwe

દુ:ખદ અકસ્માત / ભારતના અબજોપતિ બિઝનેસમેન અને તેમના દીકરાનું નિધન: ઝીમ્બાબ્વેમાં ક્રેશ થયું હતું વિમાન, કુલ છ લોકોના નિધન

Pravin Joshi

Last Updated: 03:52 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક પ્લેન ક્રેશ થયો છે. આ વિમાન દુર્ઘટનામાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા છે. માર્યા ગયેલાઓમાં એક ભારતીય ખાણ ઉદ્યોગપતિ અને તેનો પુત્ર પણ સામેલ છે. માર્યા ગયેલા બિઝનેસમેનની ઓળખ 'રિયોઝિમ'ના માલિક હરપાલ રંધાવા તરીકે થઈ છે.

  • દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક પ્લેન ક્રેશ થયું
  • દુર્ઘટનામાં માઈનિંગ કંપનીના માલિક હરપાલ રંધાવાનું મૃત્યુ 
  • રંધાવા સાથે તેમના પુત્ર અને એક મિત્રએ પણ જીવ ગુમાવ્યો 

દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખાણ નજીક એક ખાનગી વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું, જેમાં એક ભારતીય બિઝનેસમેન અને તેના પુત્ર સહિત તેમાં સવાર છ લોકોના મોત થયા હતા. મીડિયામાં છપાયેલા સમાચારો પરથી આ જાણકારી સામે આવી છે. એક ન્યૂઝ વેબસાઈટે પોતાના સમાચારમાં જણાવ્યું છે કે મશાવાના જવામહાંડે વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં માઈનિંગ કંપની 'રિયોઝિમ'ના માલિક હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર લોકોના મોત થયા છે.

 

વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ 

'રિયોઝિમ' એ સોના અને કોલસા તેમજ નિકલ અને તાંબાનું શુદ્ધિકરણ કરતી મુખ્ય ખાણકામ કંપની છે. અહેવાલો અનુસાર 'રિયોઝિમ'ની માલિકીનું સેસના 206 વિમાન શુક્રવારે હરારેથી મુરોવા હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ દુ:ખદ અકસ્માત થયો હતો. સિંગલ-એન્જિન પ્લેન મુરોવા હીરાની ખાણ પાસે ક્રેશ થયું હતું, જે રિયોઝિમ ની સહ-માલિકીની છે. અહેવાલો અનુસાર, જવામહાંડેના પીટર ફાર્મમાં પડતા પહેલા વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે તે હવામાં વિસ્ફોટ થઈ શકે છે.

આ અકસ્માતમાં રંધાવાના મિત્રનું પણ મોત થયું હતું

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બરના મોત થયા છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો વિદેશી હતા. જ્યારે અન્ય બે ઝિમ્બાબ્વેના નાગરિક હતા. પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ રંધાવાના મિત્ર અને વ્યાવસાયિક પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનોએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ