બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya Tilak conversation on the crease video went viral, pandya got trolled

ટ્રોલ / હાર્દિક પંડ્યા પર ફેન્સનો ગુસ્સો વધ્યો: વિનિંગ સિક્સ લગાવ્યા પહેલા તિલકને ખખડાવ્યો હોવાનો VIDEO વાયરલ

Vaidehi

Last Updated: 05:05 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજી ટી20માં ટીમ ઈન્ડિયાનાં વિજય બાદ પણ હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. ક્રીઝ પરની હાર્દિક અને તિલકની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ ગયો.

  • હાર્દિક પંડ્યાનાં વિનિંગ છગ્ગાથી ટીમે જીત મેળવી
  • હાર્દિક અને તિલકની ક્રીઝ પરની વાતચીતનો વીડિયો વાયરલ
  • ફેન્સ પંડ્યાને સતત કરી રહ્યાં છે ટ્રોલ

ત્રીજી ટી20માં મેચમાં ભારત 7 વિકેટથી જીત્યું હતું. હાર્દિક પંડ્યાએ વિનિંગ છગ્ગો ફટકારીને ભારતને જીતાડ્યાં હતાં. ટીમ ઈન્ડિયાને જીતાડનાર આ જ હાર્દિક પંડ્યા હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. હાર્દિકની સાથે ક્રીઝ પર તિલક વર્મા પણ હાજર હતાં. વર્માએ ક્રીઝ પર 49 રન બનાવ્યાં હતાં. હાર્દિકે છગ્ગો ફટકાર્યો જેના લીધે તિલક અર્ધશતક પૂર્ણ ન કરી શક્યાં. આ જ કારણે ફેન્સ હાર્દિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.

ફેન્સે હાર્દિકને કર્યું ટ્રોલ
મેચને પૂર્ણ કર્યાં પહેલા હાર્દિક તિલક સાથે વાતચીત કરી રહ્યાં હતાં. સ્ટંપ પર લાગેલા માઈકમાં હાર્દિકનો અવાજ રેકોર્ડ થઈ ગયો છે. જેમાં તેઓ તિલકને કંઈક કહી રહ્યાં છે. જ્યારે તિલક વર્મા 44 રન પર રમી રહ્યાં હોય છે ત્યારે હાર્દિક તેમને કહે છે કે," તારે પૂરું કરવાનું છે, રોકાવાનું છે, બોલ્સથી ફરક પડે છે."જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારથી ફેન્સ હાર્દિક પંડ્યાથી નારાજ થયાં છે. તિલક પાસે અર્ધશતક ફટકારવાનો મોકો હતો પરંતુ હાર્દિક પંડ્યાનાં લીધે તે 50 રન ન બનાવી શક્યો.

હાર્દિક પંડ્યાએ તિલક વર્માને ફટકારવાની ના પાડી

સૂર્યકુમારની 83 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. આ ઘટના તે સમયની છે જ્યારે ભારતીય ટીમ જીતની ઉંબરે ઉભી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને ફટકારવાની ના પાડી, તેની આખી વાત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ. હાર્દિકે કહ્યું, 'તમારે સમાપ્ત કરવું પડશે, અંત સુધી રમવું પડશે, નોટ આઉટથી ફરક પડે છે.' પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 3 રનની જરૂર હતી ત્યારે તિલક એક સિંગલ લઈને 49 રન સુધી પહોંચી ગયો હતો. સ્ટ્રાઈક પર આવેલા હાર્દિકે તિલકની ફિફ્ટી પસંદ ન કરી, યુવા બેટ્સમેનને સ્ટ્રાઈક આપવાને બદલે છગ્ગાએ જ મેચનો અંત લાવી દીધો. જેના કારણે ચાહકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઘણા ચાહકો તેને સેલફિશ કેપ્ટન કહીને તેને અનફોલો કરી રહ્યા છે, આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મેચમાં સૂર્યકુમાર યાદવે મચાવી ધૂમ
દ્વિતીય ટી20માં તિલક 51 રન બનાવીને આઉટ થયાં હતાં તો પહેલી ટી20માં તેમણે 39 રન બનાવ્યાં હતાં. ભારતની તૃતીય ટી20માં તેમણે 49 રન બનાવ્યાં હતાં. આ સિવાય સૂર્યકુમાર યાદવ 83 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચ બન્યાં હતાં. તેમણે ક્રીઝ પર પગ મૂક્યાની સાથે જ ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલી દીધું હતું. મેચમાં ભારત માટે કુલદીપ સિવાય અક્ષર પટેલ અને મુકેશ કુમાર વિકેટ લેવામાં સફળ થયાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ