બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / harassment land mafias farmers attempted suicide Daskaroi Gujarat Land Grabbing Act police

અમદાવાદ / ભૂ-માફિયાના ત્રાસથી 2 ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ગુજરાતની પોલીસે મદદના બદલે આપી ધમકી, તા.પં.ના સભ્યોની રાજીનામાની ચીમકી

Hiren

Last Updated: 05:47 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભૂ-માફિયાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યની પોલીસ મોટા માથાઓ અને ભૂમાફિયાનો સાથ આપતી હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે. ભૂ-માફિયાઓના ત્રાસથી દસક્રોઇ તાલુકા પંચાયતના ભાજપના સભ્યો નારાજ થયા છે.

  • રાજ્યમાં ભૂ-માફિયાઓનો ત્રાસ યથાવત 
  • દસક્રોઈમાં ભૂ-માફિયાઓના ત્રાસથી 2 ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
  • પોલીસે કાર્યવાહી ન કરતા ભાજપના સદસ્યોએ પોલીસ સામે માંડ્યો મોરચો 
  • દસક્રોઇ તાલુકા પંચાયતના 21 સદસ્યોએ આપી રાજીનામાની ચીમકી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં અને રાજ્યની શાંતિ બની રહે તે માટે સરકાર અનેક પ્રયાસ કરતી હોય છે. રાજ્યમાં વધી રહેલા જમીન પચાવી પાડવાના કેસ હોય કે પછી હોય અસામાજિકોના આતંકના કિસ્સા હોય. સરકારે તમામને કંટ્રોલ કરવા માટે ખાસ કાયદાની જોગવાઈ કરી છે. ભૂમાફિયાઓના વધતા આતંકને અટકાવવા માટે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી કરી દીધી છે. તો બીજી તરફ ભૂમાફિયાઓ અને જમીન દલાલો કાયદાને જાણે નેવે મુકી રહ્યા છે. વાત માત્ર એક શહેરની નહીં પરંતુ રાજ્યના નેતાઓ અને વગદાર વ્યક્તિઓની છે. જે નાના માણસને પરેશાન કરી રહ્યા છે. આ વગદાર વ્યક્તિઓ અને કહેવાતા નેતાઓ જમીન હોય, ઘર હોય કે પછી હોય કોઈ અસ્થાઈ મિલકત, તમામ મિલકતો પર બિનઅધિકૃત હક જમાવી રહ્યા છે. ક્યાંક જે તે વ્યક્તિને ધાક ધમકી અપાય છે તો ક્યાંક જીવલેણ હુમલા કરીને દબાવવાના પ્રયાસ કરાય છે. 

દસક્રોઇ તાલુકા પંચાયતના 21 સદસ્યોએ આપી રાજીનામાની ચીમકી

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકા પંચાયતના 21 સભ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ભૂ-માફિયાઓના ત્રાસથી પરઢોલ ગામના 2 ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ દસક્રોઇ તાલુકા પંચાયતના સભ્ય રંજનબેન બારૈયાએ કર્યો છે. સાથે જ પોલીસ ભૂ-માફિયાઓને સાથ આપતી હોવાનો પણ આરોપ કર્યો છે. દસક્રોઇ તાલુકા પંચાયતના સભ્યોએ ભૂ-માફિયા પર કાર્યવાહી અને સ્થાનિક PSIની બદલીની માગ કરી છે. સમગ્ર મામલે ભાજપના સભ્યોએ અમદાવાદ SPને લેખિતમાં ફરિયાદ કરી છે.

આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કોઈ કાર્યવાહી ના કરીઃ દસક્રોઇ તાલુકા પંચાયતના સભ્ય

દસક્રોઇ તાલુકા પંચાયતના સદસ્ય રંજનબેન બારૈયાએ કહ્યું કે, પોલીસ ભૂ-માફિયાઓનો સાથ આપી રહી છે. પરઢોલ ગામના 2 ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કોઈ કાર્યવાહી ના કરી. 

પૈસા આપ્યા વગર જમીન પચાવી પાડી, પોલીસ ધમકી આપે છેઃ ખેડૂત

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદના પરઢોલ ગામના ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભૂમાફિયા બિલ્ડરના ત્રાસથી ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે, પૈસા આપ્યા વગર જમીન પચાવી પાડી છે. તો કણભા પોલીસ સામે ખેડૂતનો મોટો આક્ષેપ કરતા ખેડૂતે કહ્યું કે, પોલીસ સહકાર આપવના બદલે ધમકી આપે છે. જોકે ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે પોલીસ અને રાજકીય માથાઓ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

પોરબંદરમાં ભૂમાફિયાના ત્રાસથી પિતા બાદ ખેડૂત પુત્રનો આપઘાત

બીજી તરફ પોરબંદરમાં ભૂમાફિયાના ત્રાસથી પિતા બાદ ખેડૂત પુત્રએ આપઘાત કર્યો હતો. આ મામલે પરિવારની ફરિયાદ ન લેતા વિવાદ વકર્યો હતો. ઘટનાને લઈ મૃતક ખેડૂતનો પરિવાર અનશન પર ઉતર્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો પર આરોપ લગાવ્યા હતા. ત્રાસ આપીને જમીન પચાવી પાડવાનો ફરિયાદી પરિવારનો આક્ષેપ છે. જમીન મામલે યુવકે આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે ફરિયાદ નહીં નોંધતા પરીવાર લડતના મૂડમાં આવી હતી. હોસ્પિટલના પ્રાંગણમાં મહિલાઓ સહિત 10 પરિવારજનોના ધરણા.

ત્યારે સવાલ એ છે કે જે વ્યક્તિ અને તેની પેઢી આખી જિંદગી મહેનત કરતી હોય અને ઉપજ પેદા કરતા હોય તેની જમીન પર કેવી રીતે હક દાવા કરી દેવામાં આવે છે. ખેડૂત હોય, વેપારી હોય કે પછી હોય કોઈ સામાજિક વ્યક્તિ, તેને નેતાઓ કેવી રીતે પરેશાન કરે છે. આખરે ખેડૂતોને ભૂમાફિયાઓથી મુક્તિ ક્યારે મળશે? નેતાઓ પર લેન્ડ ગ્રેબિંગના કાયદાની સખ્તાઈ ક્યારે થશે? ખેડૂતોની જમીન પર ભુમાફિયાઓનું રાજ ક્યારે દૂર થશે? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ