બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / happy birthday richa chadha wants to become tv journalist know how she become actress

બોલીવુડ / બનવા માંગતી હતી પત્રકાર અને બની ગઈ અદાકારા, રોચક છે આ અભિનેત્રીની કહાની

Premal

Last Updated: 03:58 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી રિચા ચડ્ઢા આજે પોતાનો 34મો જન્મ દિવસ મનાવી રહી છે. 18 ડિસેમ્બર 1986માં અમૃતસરના પંજાબમાં જન્મેલી રિચાએ બોલીવુડમાં એકથી વધીને એક દમદાર રોલ કર્યા છે. ફુકરે અને ગેંગ્સ ઑફ વાસેપુર જેવી શાનદાર ફિલ્મોમાં દેખાયેલી રિચા ચડ્ઢાએ પોતાના અભિનયથી બધાને દીવાના બનાવી દીધા છે.

  • અભિનેત્રી રિચા ચડ્ઢા આજે 34મો જન્મ દિવસ મનાવી રહી છે
  • રિચાએ બોલીવુડમાં એકથી વધીને એક દમદાર રોલ કર્યા
  • જાણો, રિચાના જન્મ દિવસે તેમની અમુક ખાસ વાતો

અભિનેત્રી રિચા ચડ્ઢાનો આજે 34મો જન્મ દિવસ

રિચા ચડ્ઢા માત્ર પોતાની ફિલ્મો માટે નહીં, પરંતુ પોતાના ધારદાર નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. આવો જાણીએ તેમના જન્મ દિવસે તેમની અમુક ખાસ વાતો. પંજાબમાં જન્મેલી રિચા ચડ્ઢાની પરવરિશ દિલ્હીમાં થઇ. તે સમયે ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી હતી અને આ મૂવમેન્ટને જોઇને તેના માતા-પિતા દિલ્હીમાં આવી ગયા. અભિનેત્રીનો પૂરો અભ્યાસ દિલ્હીથી થયો. રિચાના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ટીવી પત્રકાર બને, પરંતુ નસીબને કઈ બીજુ મંજૂર હતુ. સોશિયલ મીડિયામાં પીજી ડિપ્લોમા કર્યા બાદ રિચા મુંબઈ આવી ગઇ. મીડિયામાં ભાગ્ય અજમાવવાની જગ્યાએ તે મોડલિંગ કરવા લાગી. આ સાથે તે થિયેટર સાથે પણ જોડાઈ ગઇ. જ્યાંથી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ. 

રિચા ચડ્ઢાએ આ ફિલ્મો કરી 

ત્યારબાદ તેમણે એકથી વધુ ફિલ્મો કરી. આ સાથે પોતાના અભિનયના બળભૂતે પ્રશંસકોના દિલમાં અલગ છાપ બનાવી. જેમાં 'મેં ઔર ચાર્લ્સ', 'ચૉક એન ડસ્ટર', 'સરબજીત', 'જિયા અને જિયા', 'ફુકરે રિટર્નસ', '3 સ્ટોરેયસ', 'દાસ દેવ', 'લવ સોનિયા', 'ઈશ્કરિયા', 'પંગા', 'શકીલા' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' વગેરે ફિલ્મો સામેલ છે. 

રિચાએ અલી ફજલ સાથે કર્યા છે લગ્ન 

રિચા અભિનેતા અલી ફજલ સાથેના સંબંધને લઇને પણ ચર્ચામાં રહે છે. બંનેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. બંનેની મુલાકાત ફિલ્મ ફુકરેના સેટ પર થઇ હતી. તો તેમની મિત્રતાની શરૂઆત થઇ. ત્યારબાદ બંનેનો પ્રેમ ધીરે-ધીરે આગળ વધ્યો. વર્ષ 2019માં રિચાના જન્મ દિવસે અલીએ તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. હવે બંને પોતાની નવી મેરિડ લાઈફને એન્જોય કરી રહ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ