બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / hanumanji special sweet boondi prasad to hanuman ji reasons of applying sindoor on lord
Last Updated: 10:51 AM, 18 July 2023
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર મંગળારે બજરંગબલીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં દૂધથી બનેલ મિઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ.
હનુમાનજીને બુંદીનો ભોગ શા માટે ધરાવાય છે?
હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને જેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને દૂધથી બનેલ મિઠાઈ ધરાવવામાં આવતી નથી. દૂધ ચંદ્રમાનું પ્રતિક છે. ચંદ્રમા અને મંગળ વચ્ચે મિત્રવત ભાવ નથી, આ કારણોસર હનુમાનજીને મીઠી બૂંદીનો ભોગ ધરાવવામાં આવે છે. હનુમાનજીને બુંદી અથવા બુંદીના લાડવા ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમના આશીર્વાદથી તમામ કાર્યમાં સફળતા મળે છે.
ADVERTISEMENT
હનુમાનજીને સિંદૂર શા માટે ચઢાવવામાં આવે છે?
અયોધ્યામાં માઁ સીતા સિંદૂર લગાવી રહ્યા હતા, તે સમયે હનુમાનજીને તેમને જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યા છે. તે સમયે સીતા માતાએ પૂછ્યું હતું કે, હનુમાન તમે શું જોઈ રહ્યા છો? બજરંગબલીએ સામે સવાલ કર્યો હતો કે, માતે તમે સિંદૂર કેમ લગાવો છો? તે સમયે સીતાજીએ કહ્યું હતું કે, આ પ્રકારે કરવાથી પ્રભુ રામ પ્રસન્ન થાય છે.
આટલું સાંભળીને હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાવીને રામ દરબારમાં પહોંચી ગયા. તે સમયે સહુ લોકો હનુમાનજીને જોઈને હસવા લાગ્યા અને સવાલ થયો કે, હનુમાનજીએ સિંદૂર કેમ લગાવ્યું છે? ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે, તમે આ શું રૂપ ધારણ કર્યું છે?
ADVERTISEMENT
હનુમાનજીએ કહ્યું માતા સીતા દરરોજ માથા પર સિંદૂર લગાવે છે, જેથી તમે પ્રસન્ન રહો છો. જેથી મેં પણ વિચાર્યું કે, હું આખા શરીરે સિંદૂર લગાવું તો તમે પણ પ્રસન્ન થશો. હનુમાનજીની આ વાત સાંભળીને પ્રભુ રામ હસવા લાગ્યા. ત્યારથી હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે તેમને સિંદૂર અર્પણ કરવામાં આવે છે.
હનુમાનજીને સિંદૂર ચઢાવવાના ફાયદા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.