બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / hanuman jayanti 2023 aspicious sanyog these 4 zodiac signs

હનુમાન જયંતી 2023 / હનુમાન જન્મોત્સવ પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ 4 રાશિના જાતકોની બદલાઈ જશે કિસ્મત

Bijal Vyas

Last Updated: 03:56 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman jayanti 2023: હનુમાનજી દરેક ખરાબ શક્તિનો નાશ કરે છે. હનુમાન જયંતી પર દર વખતે ચૈત્ર પૂર્ણિમા પર થાય છે અને આ દિવસે શુક્રનો રાશિ પરિવર્તન થાય છે.

  • ભગવાન હનુમાનના જન્મદિવસ હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે
  • આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરતા પરિવાર માટે મંગળકામના કરવી
  • ગુરુ અને શુક્રની સ્થિતિથી લક્ષ્મીયોગનું નિર્માણ થશે

Hanuman jayanti 2023: હનુમાન જયંતી ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ઉજવવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર, હનુમાન જયંતી ગુરુવાર, 06 એપ્રિલના રોજ છે. ભગવાન હનુમાનના જન્મદિવસ હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, હનુમાનજીને શ્રીરામના પરમ ભક્ત માનવામાં આવે છે, અને તેની સાથે જોડાયેલી કથાઓ પણ છે. 

બજરંગબલીના ભક્તોમાં હનુમાન જયંતીને લઇ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળે છે. આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરતા પરિવાર માટે મંગળકામના કરવી જોઇએ. હનુમાનજી દરેક ખરાબ શક્તિનો નાશ કરે છે. હનુમાન જયંતી પર દર વખતે ચૈત્ર પૂર્ણિમા પર થાય છે અને આ દિવસે શુક્રનો રાશિ પરિવર્તન થાય છે. ત્યાં જ ગુરુ અને શુક્રની સ્થિતિથી લક્ષ્મીયોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેના કારણથી આ હનુમાન જયંતી ખૂબ જ મહત્વપૂર્ણ  રહેશે. આવો જાણીએ કે, આ ખાસ સંયોગના કારણે હનુમાન જયંતી કઇ રાશિઓ માટે શુભ રહેશે તેના વિશે જાણીએ.

હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ  કૃપા | Hanuman Dada is the most favorite of these four zodiac signs, know  how special grace is

આ રાશિઓના જાતકો માટે શુભ રહેશે હનુમાન જયંતી
1. મેષ રાશિઃ
આ હનુમાન જયંતી પર મેષ રાશિના જાતકોને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. વ્યાપાર અને નોકરીમાં આ મહિને મેષ રાશિ માટે શુભ સાબિત થશે. દરેક મુશ્કેલીઓ દૂર થશે. મહેનતનું સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. 

2. મિથુન રાશિઃ આ રાશિના જાતકો માટે હનુમાન જયંતી ફાયદામંદ સાબિત થશે. હનુમાનજીની કૃપાથી આ મહિનામાં તમને ધન પ્રાપ્તિ થશે. કરિયરમાં જોડાયેલી લોકોને નોકરી કે પ્રમોશન માટે નવા અવસર મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રથી જોડાયેલા લોકોને લાભ થશે. જે લોકો નવા બિઝનેસ શરુ કરશે, તેનાથી લાભ થશે. 

Tag | VTV Gujarati

3. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો આ મહિને હનુમાનજીની વિશેષ કૃપા મળશે. કરિયરમાં પ્રગતિ થશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, નૈતિક ક્ષમતામાં સુધારો થશે અને પ્રમોશનની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ દરમિયાન પરિવારનો પણ પૂરો સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિના સંકેત છે.

4.વૃશ્ચિક રાશિઃ હનુમાનજીની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને રોકાયેલ ધન મળશે. શિક્ષણમાં સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રગતિથી નવા અવસર મળશે. અન્ય ક્ષેત્રોમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની શક્યતાઓ પણ બની રહી છે. કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ