ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Half day holiday in government schools on the day of Ramlala's death

BIG BREAKING / રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતની સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા, જાણો કેટલા વાગ્યા સુધી કામકાજ બંઘ

Published By: Priykant Shrimali

Last Updated: 01:09 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી નિર્દેશ કર્યો,  22 જાન્યુઆરીએ શાળાઓ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે

ADVERTISEMENT

  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 22 જાન્યુઆરીએ શાળાઓ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે
  • સંયુક્ત શિક્ષણ નિયામકે પત્ર લખી તમામ જિલ્લા શિક્ષણાધિકારીને કર્યા નિર્દેશ
  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સ્કૂલો 2.30 વાગ્યા સુધી બંધ રહેશે

Ayodhya Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સરકારે  રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં હવે 22 જાન્યુઆરીએ પણ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી આ મામલે નિર્દેશ કર્યો છે. 

વધુ વાંચો: બનાસકાંઠાથી લઇને રાજકોટ સુધી... રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ગુજરાત, જુઓ Videos

રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહીત દેશભરમાં ઉજવણીનો માહોલ છે ત્યારે હવે ગુજરાતની શાળાને લઈ પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ  સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જેમાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ કરાયો છે. નોંધનિય છે કે, પહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 22મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir અડધા દિવસની રજા અયોધ્યા રામ મંદિર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા શાળાઓમાં રજા Ayodhya ram mandir

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ