બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / habits may cause kidney failure health tips

લાઇફસ્ટાઇલ / આજથી જ તમારી આ આદતો સુધારી દો નહીં તો થઈ શકે છે કિડની ફેલ! જાણો તેના લક્ષણ અને ઉપાય

Arohi

Last Updated: 02:23 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ખરાબ જીવનશૈલી અને ખરાબ ભોજનના કારણે કિડની ફેલ થવાની સમસ્યા વધી રહી છે. કિડની ફેલ થવા પર તે શરીરમાંથી લોહી અને કચરાને ફિલ્ટર કરવા માટે સક્ષમ રહેતી નથી.

  • વધી રહી છે કિડની ફેલ થવાની સમસ્યા 
  • ખરાજ જીવનશૈલી અને ભોજન છે કારણ 
  • જાણો તેનાથી બચવા શું કરશો

કિડની આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કિડની આપણા શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે આપણા શરીરને પણ ડિટોક્સ કરે છે. તમને જણાવી દઈએ કે જો આપણી કિડની યોગ્ય રીતે કામ ન કરે તો શરીરને ઘણી બીમારીઓ થઈ શકે છે. 

ખરાબ જીવનશૈલી અને ભોજનના કારણે કિડનીની સમસ્યા વધી રહી છે. જો કિડનીની સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આજે અમે તમને કિડની ફેલ થવાના કારણો અને તેનાથી બચવા વિશે જણાવીશું.  

બે કારણોથી ફેલ થાય છે કિડની
ડોક્ટરના મતે કિડની બે કારણોથી ફેલ થાય છે. પહેલું એક્યૂટ કિડની ફેલિયર અને બીજી ક્રોનિક કિડની ફેલિયર. તમને જણાવી દઈએ કે એક્યુટ કિડની ફેલ્યરમાં કિડની અસ્થાયી રૂપે કામ કરવાનું બંધ કરી દે છે. આ સમસ્યામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસની જરૂર નથી. ત્યા જ ક્રોનિક સ્થિતીમાં કિડની ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. 

કિડની ખરાબ થવાના લક્ષણ ક્યા છે?
જો તમારા શરીરમાં કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી તો તેના અમુક સંકેત જોવા મળી શકે છે. જેવા કે....

  • યુરિન ઓછુ આવવું 
  • યુરિન સાથે લોહી આવવું 
  • શ્વાસ લેવામાં તકલીફ 
  • ખૂબ થાક લાગવો
  • ઉબકા
  • છાતીમાં દુખાવો અને દબાણની લાગણી
  • હાર્ટ એટેક 

કેમ ફેલ થાય છે કિડની? 
પેઈન કિલર ગોળીઓ, એન્ટિબાયોટિક્સ, જે ઘણા લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના લે છે. તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. ખરાબ જીવનશૈલી, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ કિડની ફેલ થવાના સંકેતો હોઈ શકે છે.

કેવી રીતે બચશો?
કિડનીની ફેલ થવાથી રોકવા માટે તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત યુરિન અને બ્લડ ટેસ્ટ જરૂર કરાવવું જોઈએ. સ્મોકિંગ અને દારૂથી દૂર રહો. હેલ્ધી અને પૌષ્ટિક આહાર લો. આ સિવાય પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ