ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, ગિલ- રબાડા રહ્યા હીરો
Last Updated: 12:22 AM, 18 April 2026
ADVERTISEMENT
IPL 2026ની 25મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ 5 વિકેટે જીત્યું હતું. જેમાં 181 રનના ટાર્ગેટને ગુજરાત ટાઇટન્સે 20મી ઓવરમાં ચેઝ કર્યો હતો. જેમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને કાગીસો રબાડાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
Back to where he belongs 👑 pic.twitter.com/5R1iDJOVdf
— Gujarat Titans (@gujarat_titans) April 17, 2026
ADVERTISEMENT
આ મેચમાં KKRની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ટિમ સીફર્ટે 14 બોલમાં 19 રન બનાવ્યા હતા જ્યારે અજિંક્ય રહાણે ઝીરો પર આઉટ થયો હતો. અંગક્રિશ રઘુવંશી 4 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. તો કેમેરોન ગ્રીને 55 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. રોવમેન પોવેલે 20 બોલમાં 27 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ રમનદીપ સિંહે 8 બોલમાં 17 રન બનાવ્યા હતા. આમ, KKR એ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા
Pace is pace yaar ⚡ pic.twitter.com/7xXorp5ys8
— Gujarat Titans (@gujarat_titans) April 17, 2026
ADVERTISEMENT
આ મેચમાં KKR સામે કાગીસો રબાડાએ 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. અશોક શર્માએ પણ 2 વિકેટ લીધી હતી.
𝗛𝗮𝘁-𝘁𝗿𝗶𝗰𝗸 𝗼𝗳 𝗪𝘀 ✅ pic.twitter.com/6fwG34MJZv
— Gujarat Titans (@gujarat_titans) April 17, 2026
ADVERTISEMENT
181 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ગુજરાતની શરૂઆત પણ એવરેજ રહી હતી. જેમાં સાઈ સુદર્શન 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે શાનદાર બેટિંગ કરીને 50 બોલમાં 86 રન બનાવ્યા હતા. જોસ બટલરે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 13 બોલમાં 13 રન બનાવ્યા હતા. આમ GT એ 19.4 ઓવરમાં 181/5 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ADVERTISEMENT
આ બે ટીમો વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 6 મેચો રમાઈ છે. જેમાં ગુજરાત 4 મેચ જીત્યું છે તો કોલકાતા 1 મેચ જીત્યું છે. આ સિવાય 1 મેચ અનડિસાઇડેડ રહી હતી.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, પ્રસીદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ અને અશોક શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: સુનીલ નારાયણ, ટિમ સીફર્ટ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા.
ઈમ્પેક્ટ સબ: વરુણ ચક્રવર્તી
સંકળાયેલા મુદ્દાઓ