બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5 વિકેટે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું

RCB vs LSG / રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5 વિકેટે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું

Nirav Kumar

Last Updated: 11:57 PM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગની 23મી મેચમાં LSGને RCBએ 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં લખનૌ માત્ર 146 રન જ બનાવી શક્યું હતું. જે ટાર્ગેટને બેંગલુરુએ 15.1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 23મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમી હતી. જ્યાં RCB એ 5 વિકેટથી જીત મેળવી હતી. RCB ને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે તેને માત્ર 15.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. RCB માટે વિરાટ કોહલીએ 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ મેચમાં લખનૌના ઓપનિંગ બેટ્સમેન મિશેલ માર્શે એવરેજ બેટિંગ કરી હતી. તેને 32 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. એડન માર્કરામ 8 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરતા કેપ્ટન રિષભ પંતે 8 બોલમાં 12 રન બનાવ્યા હતા અને ચોથા નંબર પર બેટિંગ કરતા નિકોલસ પૂરને 7 બોલમાં 1 રન બનાવ્યા હતા.

આયુષ બદોનીએ ક્રીઝ પર થોડો સમય રહ્યો હતો. તેને  24 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો હતો. આ દરમિયાન, મુકુલ ચૌધરીએ પણ  સારી બેટિંગ કરી હતી.  તેને 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. આમ લખનૌએ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા.

આરસીબી તરફથી રસિક સલામ દારે સૌથી વધુ વિકેટ લીધી. તેને 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.

બેંગલુરુની શરૂઆત પણ સારી રહી નહતી, પ્રિન્સ યાદવે ફિલિપ સોલ્ટને 8 બોલમાં 7 રન બનાવીને આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ ઇનિંગ્સને સંભાળી હતી. તેને 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે પણ 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. ત્યાર બાદ કેપ્ટન રજત પાટીદારે 13 બોલમાં 27 રન બનાવ્યા હતા અને જીતેશ શર્માએ 9 બોલમાં 23 રન બનાવ્યા હતા. આરસીબીએ માત્ર 15.1 ઓવરમાં 149 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

VTV_DIGITAL.width-800
  • બેંગલુરુ vs લખનૌ હેડ ટુ હેડ
    આ બે ટીમ અત્યાર સુધી કુલ આઈપીએલ 7 મેચો રમી છે. જેમાં બેંગલુરુ જીત્યું 5 મેચ જીત્યું છે. તો લખનૌ જીત્યું 2 મેચ જીત્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રસિક સલામ દાર.
ઈમ્પેક્ટ સબ: વિરાટ કોહલી.

વધુ વાંચો:IPLમાં કોહલી પહેલીવાર બન્યો 'ઈમ્પેક્ટ પ્લેયર', લખનૌ સામેની મેચમાં RCBએ આવો નિર્ણય કેમ લીધો?

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, દિગ્વેશ સિંહ રાઠી અને પ્રિન્સ યાદવ.
ઇમ્પેક્ટ સબ: જ્યોર્જ લિન્ડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Lucknow Super Giants Royal Challengers Bangalore
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ